કપિલ દેવને લિજેન્ડ્સ ક્લબ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો

મુંબઈઃ ભારતીય ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર અને ભારતીય વિશ્વકપ વિજેતા ટીમના પ્રથમ કેપ્ટન કપિલદેવને ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અજિત વાડેકર, સુનીલ ગાવસ્કર અને નરી કોન્ટ્રાક્ટરની હાજરીમાં લિજેન્ડ્સ ક્લબ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિશ્વકપ ૧૯૮૩માં ભારતની જીત દરમિયાન ટીમનું નેતૃત્વ સંભાળનારા કપિલને દેશનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. ભૂતપૂર્વ ખેલાડી અને લિજેન્ડ્સ ક્લબના અધ્યક્ષ માધવ આપ્ટેએ કપિલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનારા પહેલા બેટ્સમેન સુનીલ ગાવસ્કરને પણ અજિત વાડેકરે પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું. ગાવસ્કરને ૧૧ જુલાઈ, ૨૦૧૩માં જ ક્લબના હોલ ઓફ ફેમમાં સામેલ કરાઈ ચૂક્યો છે. આ સન્માનને સ્વીકારતાં કપિલે કહ્યું, ”આ દેશમાં એવું કોઈ નથી, જે સુનીલ ગાવસ્કર બનવા ના ઇચ્છે. ઘણા લોકો આવશે, પરંતુ આ નામ (સુનીલ) હંમેશાં ટોચના સ્થાને રહેશે. અમારી અંદર રમત માટે ઝનૂન હતું અને અમે પુરસ્કાર કે કોઈ ચીજ પર ધ્યાન આપતા નહોતા. જો અમારી સફળતાથી લોકોને ખુશી મળતી હોય તો અમને તેનો ગર્વ થાય છે.”

http://sambhaavnews.com/

You might also like