બોલીવુડ ગાયિકા મુબારક બેગમનું 80 વર્ષે નિધન

મુંબઇ: લાખો લોકોના દિલ પર રાજ કરનારી ગાયિકા મુબારક બેગમનું લાંબી બિમારી પછી સોમવારે રાતે મુંબઇમાં જોગેશ્વરી સ્થિત પોતાના ઘરમાં મૃત્યુ થયુ છે. તે 80 વર્ષના હતાં. પરિવારના એક સભ્યે જણાવ્યું કે, ‘મુબારક બેગમ હવે આપમા વચ્ચે રહ્યા નથી. તેમનું જોગેશ્વરી સ્થિત પોતાના ઘરમાં સોમવારે રાતે 9:30 વાગ્યે મૃત્યુ થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા.’

મુબારક બેગમે મુખ્યત્વે 1950 થી 1970ની દશકના વચ્ચે બોલીવુડ માટે બજારો ગીતો અને ગઝલોમાં પોતાનો અવાજ આપ્યો હતો જેના કારણે તેમણે યાદ કરવામાં આવે છે. તેઓ કેટલાક વર્ષોથી બિમાર હતાં. પરિવારના સૂત્રો તરફથી જાણવા મળ્યું કે તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે.

1950 અનો 1960ના દશક દરમિયાન તેમણે સર્વશ્રેષ્ઠ સંગીતકારોની સાથે કામ કર્યું. એમાં એસડી બર્મન, શંકર જયકિશન અને ખ્યામનો સમાવેશ થાય છે. મુબારક બેગમને નૂરજહાં અને સુરૈયાના ગીતો ઘણા પસંદ હતા અને તે તેને ગાયા કરતા હતાં. તેમના પરિવારમાં એક પુત્ર પુત્રવધુ, એક પુત્રી અને ચાર પૌત્રી છે. પુત્ર રીક્ષા ચલાવીને ઘરનો ખર્ચ ચલાવે છે જ્યારે પુત્રીને પાર્કિસનની બિમારી છે.

You might also like