ડાબોડી લોકો નાસ્તિક હોય તેવી શક્યતા વધારે

આમ તો તમે કયા હાથે કામ લો છો એ તો પ્યોર શારીરિક બાબત છે, પરંતુ ફિનલેન્ડના રિસર્ચરોનું કહેવું છે કે વ્યક્તિની માન્યતા અને બિહેવિયર પર પણ એની અસર પડે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ઔદ્યો‌ગિકીકરણ થયું એ પહેલાં પેઢી-દર પેઢી આસ્થાનો વારસો પણ આગળ વધતો હતો, જોકે મોડર્ન જમાનામાં એ જ લોકો ધાર્મિક વલણ ધરાવે છે, જેમનામાં પેઢીઓ જૂની ધાર્મિકતા વણાયેલી છે.

વ્યક્તિની ધાર્મિક આસ્થા બાબતે સંશોધન કરતી વખતે ફિનલેન્ડના નિષ્ણાતોને આ બાબતે મહત્ત્વની ભૂમિકા ભજવતાં જિનેટિકલ પરિબળો પણ ધ્યાનમાં આવ્યાં છે. તેમનું કહેવું છે કે કેટલાક જિનેટિકલ બદલાવના કારણે વ્યક્તિ ભગવાનમાં ઓછી અથવા તો નહીંવત્ શ્રદ્ધા ધરાવે છે. ડાબોડીઓમાં આ પ્રકારના જનીનગત બદલાવ વધુ જોવા મળે છે. મતલબ કે ડાબોડીઓ નાસ્તિક હોય એવી સંભાવના વધુ હોય છે.

You might also like