29 જૂને લોન્ચ થઇ શકે છે અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન

નવી દિલ્હી: લ-ઇકો ગત કેટલાક મહિનાથી ભારતમાં ખૂબ ચર્ચિત છે. તેનું કારણ એ છે કે તેણે અહીં ઘણા બજેટમાં હાઇ એન્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે આ ક્વોલકોમના નવા પ્રોસેસર સ્નૈપડ્રૈગન 821 અને 8GB રેમવાળા સ્માર્ટફોન લોન્ચ કરીને નવા રેકોર્ડ બનાવવાની તૈયારી બતાવી રહી છે. 29 જૂનના રોજ એક ઇવેન્ટમાં આ પાવરફૂલ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે.

હાલમાં ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર સ્નૈપડ્રૈગન 820 છે અને કંપની 2.3GHz પ્રોસેસિંગ સ્પીડવાળા નવા ચિપસેટ સ્નૈપડ્રૈગન 821ની સાથે તૈયાર છે. તેની સાથે સારા ગ્રાફિક્સ માટે Adreno 530 પણ આપવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર આ પ્રોસેસર 8GB રેમ સપોર્ટ કરશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે કંપની આ પ્રોસેસરની સાથે 8GB રેમવાળા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

સમાચારો અનુસાર LeEco પોતાના આગામી સ્માર્ટફોન Le Max 2 Proમાં 5.7 ઇંચની ક્વોડ એચડી સ્ક્રીનની સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપવાની તૈયારીમાં છે. માઇક્રો એસડીકાર્ડના માધ્યમથી તેની મેમરી 200GB સુધી વધારી શકાય છે. કંપનીએ આ ફોન માટે ટીઝર તો જાહેર કર્યું છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો, તેમાં 25 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફાસ્ટ ડેટા ટ્રાંસફર માટે તેમાં USB Type C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક આપવામાં આવી શકે છે.

તાજેતરમાં જ કંપનીએ ભારતમાં Le Max 2 લોન્ચ કર્યો છે. તેની કિંમત 22,999 રૂપિયા છે અને તેમાં 5.7 ઇંચ ક્વોડ એચડી સ્ક્રીનની સાથે 4/6GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેનો રિયર કેમેરો 21 મેગાપિક્સલનો છે અને સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

You might also like