પાન પાર્લરનાં તાળાં તૂટ્યાંઃ સિવિલ હોસ્પિટલમાંથી એલઈડી ટીવીની ચોરી

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં અાવેલા એક પાન પાર્લર અને સિવિલ હોસ્પિટલમાંથી એક એલઈડી ટીવીની ચોરી થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસરની પાસે વ્રજવિહાર ટાવરની પાસે અાવેલ મોહિત પાન પાર્લર નામની દુકાનના ધોળા દિવસે તસ્કરોએ તાળા તોડી પાર્લરમાંથી અલગ અલગ બ્રાન્ડની સિગારેટના રૂ. ૪૩ હજારની કિંમતના પેકેટની તેમજ રૂ. ૪૦ રોકડ રકમની ચોરી કરતાં સેટેલાઈટ પોલીસે અા અંગે તપાસ હાથ ધરી છે.

ઉપરાંત સોલામાં અાવેલ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના મુખ્ય પ્રવેશદ્વારના દરવાજા પાસે કેસ કાઢવાના કાઉન્ટર નજીક દીવાલ પર લગાવવામાં અાવેલ રૂ. ૪૫ હજારની કિંમતના એલઈડી ટીવીની કોઈ તસ્કરોએ ચોરી કરી હતી. સોલા પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે. અા ઉપરાંત ઓઢવમાં મહેશ્વરી વિભાગ-૨ નજીક પાર્ક કરાયેલી રૂ. ત્રણ લાખની કિંમતના લોખંડના સળિયા સાથેની ટ્રકની પણ મોડી રાતે તસ્કરોએ ઉઠાંતરી કરતાં અા અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં અાવી છે.

http://sambhaavnews.com/

You might also like