મીરજાપુર કોર્ટમાં LED સ્ક્રીન પર દેખાશે કેસની માહિતી

પોલીસ ‌ડિપાર્ટમેન્ટની જેમ હવે કોર્ટ પણ પેપરલેસ વર્ક તરફ આગળ વધી રહી છે અને કેસના તમામ અપડેટ ઓનલાઇન મૂકવામાં આવી રહ્યા છે. હાઇકોર્ટની જેમ હવે નીચલી કોર્ટ પણ હાઇટેક બની રહી છે.

મીરજાપુર વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટમાં થોડાક સમય પહેલાં પક્ષકારો અને પોલીસને સમન્સ ઇશ્યૂ કરવા માટે વાયરલેસ ‌સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે કોર્ટની મુદતે આવનાર લોકો માટે કોર્ટ રૂમની બહાર એલઇડી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે.

પક્ષકાર કોર્ટમાં આવે ત્યારે કયા સમયે તેમનો કેસ જજની બેન્ચ પર આવશે તે જાણવા માટે તેમને કાગ‌િળયાં ફેંદવા પડતાં હતાં. હવે એલઇડી સ્ક્રીન પર ઓનલાઇન તેમના કેસનું સ્ટેટસ જાણવા મળશે. કોર્ટમાં રોજબરોજ ચાલતા કેસની વિગત આ એલઇડી સ્કીન પર દેખાડવામાં આવશે, જેના કારણે પક્ષકારોને વધુ સમય કોર્ટમાં બેસી રહેવું નહીં પડે.

You might also like