જાણો રવિન્દ્ર જાડેજા કેવી રીતે બન્યો એશિયાના નંબર વન બોલર

નવી દિલ્હી : ટી૨૦ ક્રિકેટમાં સામાન્ય રીતે બેટ્સમેનોના છગ્ગા અને ચોગ્ગા જોવા મળે છે. પરંતુ એવામાં જો કોઇ બોલર એક પણ ડોટ બોલ નાખે તેને ગોલ્ડન બોલ કહેવામાં આવે છે. ઘણાં બોલરો છે કે, જે બેટ્સમેનોને એકએક રન બનાવવા માટે તરસાવે છે. ટીમ ઇન્ડીયાના રવિન્દ્ર જાડેજા એશિયાના નંબર વન બોલર બની ગયા છે. શ્રીલંકાની સામે હમણાં જ સમાપ્ત થયેલી ટી૨૦ સીરીઝની ત્રીજી મેચમાં જાડેજાએ ૨૦ ડોટ બોલ નાખ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ લીસ્ટમાં ટીમ ઇન્ડિયાના ચાર બોલર છે.ટી૨૦માં સૌથી સારા કિફાયતી બોલરોમાં એક છે ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિન. શ્રીલંકાની સામે ટી૨૦ સીરીઝની ત્રીજા અને અંતિમ મુકાબલામાં આ બોલરે ૧૭ ડોટ બોલ નાખી હતી. ત્રીજી મેચમાં અશ્વિને ૪ ઓવરમાં ૧ મેડન નાખતા ૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ભારતીય બેટ્સમેન ભુવનેશ્વર કુમાર કિફાયતી બોલરોમાં એક છે.

૨૦૧૨૧૩માં બેંગ્લોરમાં પાકિસ્તા સામે થયેલ ટી૨૦ મુકાબલામાં આબોલરે ૧૯ ડોટ બોલ નાખ્યા હતા. ડાબા હાથના ઝડપી બોલર આરપી સિંહે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપમાં એક મેચમાં સાઉથ આફ્રિકાની સામે ૧૯ ડોટ બોલ નાખ્યા હતા.તેમની ઉપર ઝિમ્બાબ્વેના બોલર ક્રીસટોફર અમ્ફુનો આવે છે. તેમણે ૨૦૦૮૦૯માં કેનેડાની સામે એક ટી૨૦ મુકાબલામાં ૨૧ ડોટ બોલ નાખી હતી.

યુએઈ ટીમના બોલર મુદાસ્સાર બુખારીએ પણ એક ટી૨૦ મેચમાં ૨૧ ડોટ બોલની સાથે ક્રીસ્ટોફરની સાથે બરાબરી પર છે. તેમણે આ મહિનામાં દુબઈમાં થયેલ અકે મેચમાં નેધરલેન્ડની સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

You might also like