લિએન્ડરને સ્પોર્ટ્સ વિલેજમાં હજુ સુધી રૂમ મળ્યો નથી

રિયોઃ ઓલિમ્પિકની શરૂઆત પહેલાં ભારતીય ટેનિસ ટીમમાં એક મોટો વિવાદ થયો છે. ભારતીય ટેનિસના સુપરસ્ટાર લિએન્ડર પેસે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેને હજુ સુધી સ્પોર્ટ્સ વિલેજમાં રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. પેસે જણાવ્યું કે રૂમ ન મળવાને કારણે તેને ભારતીય ઓલિમ્પિક દળના મિશન પ્રમુખના રૂમમાં રહેવું પડે છે. ટીમના કેપ્ટન જિશાન અલીએ પણ પેસની વાતનું સમર્થન કરતાં કહ્યું કે લિએન્ડરે સ્પોર્ટ્સ વિલેજમાં ન રોકાવાની વાત ક્યારેય કરી નથી. ભારત તરફથી સૌથી વધુ સાત વાર ઓલિમ્પિકમાં ભાગ લેનારા લિએન્ડરે કહ્યું કે, ”જે એપાર્ટમેન્ટ ટીમને ફાળવવામાં આવ્યો છે તેમાં ત્રણ બેડરૂમ છે, જેમાંથી એક રોહન બોપન્ના પાસે છે, એક તેના ફિઝિયો પાસે અને એક ટીમના કેપ્ટન જિશાન અલી પાસે છે. હાલ હું જિશાનના રૂમમાં રહું છું.”

You might also like