ઉજ્જૈનઃ ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના સીએમ આનંદીબેન પટેલ સિંહસ્થ કુંભ મેળામાં પહોંચ્યા છે. તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતોને ગપગોળા ગણાવી છે. તેમણે નિવેદન આપ્યું છે કે હું દિલ્હીમાં અછતગ્રસ્ત વિસ્તારોની ચર્ચા કરવા માટે ગઇ હતી. જ્યારે નીતીન પટેલ NEET મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા હતા. આ બે વાતોને ભેગી કરીને ખોટી ચર્ચા ઉભી કરવામાં આવી છે. આનંદીબહેન સિંહસ્થ કુંભ મેળામાં બે દિવસના પ્રવાસે આવ્યા છે. જેઓ ક્ષીપ્રા નદીમાં સ્નાન કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ગઇ કાલે દિલ્હીની મુલાકાતે ગયા હતા. જ્યારે આરોગ્ય પ્રધાન પણ અધિકારીક રીતે નીટનાં મુદ્દે જ દિલ્હી ગયેલા હતા. ત્યારે આ બે વાતોને ભેગી કરીને સોશ્યલ મીડિયામાં બહેનની વિદાઇ થઇ રહી હોવાના મેસેજ ધુમ મચાવી હતી. જેને આજે ખુદ આનંદી બહેન પેટેલે પાયાવિહોણો ગણાવી દીધો છે.
ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર હાલની સરકારમાં મોટા પરિવર્તન લાવા ઇચ્છે છે. જેને પગલે પણ આવી વાતોએ જોર પકડ્યું હતું . ત્યારે ખુદ આનંદી બહેને આપેલા નિવેદન પછી આ બધી જ અટકણો હવે પાયાવિહોળી બની ગઇ છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…