નેતૃત્વ પરિવર્તનની અંગે કુંભમાં CMની પ્રતિક્રિયા

ઉજ્જૈનઃ ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના સીએમ આનંદીબેન પટેલ સિંહસ્થ કુંભ મેળામાં પહોંચ્યા છે. તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતોને ગપગોળા ગણાવી છે. તેમણે નિવેદન આપ્યું છે કે હું દિલ્હીમાં  અછતગ્રસ્ત વિસ્તારોની ચર્ચા કરવા માટે ગઇ હતી. જ્યારે નીતીન પટેલ NEET મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા હતા. આ બે વાતોને ભેગી કરીને ખોટી ચર્ચા ઉભી કરવામાં આવી છે. આનંદીબહેન સિંહસ્થ કુંભ મેળામાં બે દિવસના પ્રવાસે આવ્યા છે. જેઓ ક્ષીપ્રા નદીમાં સ્નાન કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ગઇ કાલે દિલ્હીની મુલાકાતે ગયા હતા. જ્યારે  આરોગ્ય પ્રધાન પણ અધિકારીક રીતે નીટનાં મુદ્દે જ દિલ્હી ગયેલા હતા. ત્યારે આ બે વાતોને ભેગી કરીને સોશ્યલ મીડિયામાં બહેનની વિદાઇ થઇ રહી હોવાના મેસેજ ધુમ મચાવી હતી. જેને આજે ખુદ આનંદી બહેન પેટેલે પાયાવિહોણો ગણાવી દીધો છે.

ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર હાલની સરકારમાં મોટા પરિવર્તન લાવા ઇચ્છે છે. જેને પગલે પણ આવી વાતોએ જોર પકડ્યું હતું . ત્યારે ખુદ આનંદી બહેને આપેલા નિવેદન પછી આ બધી જ અટકણો હવે પાયાવિહોળી બની ગઇ છે.

You might also like