હર્બલ દવાઓમાં સીસુ વધારે હોય તો ફાયદા કરતાં નુકસાન વધુ થાય

થોડા સમય પહેલાં ભારતમાં ભણવા આવેલી ૨૬ વર્ષની એક યુવતીને બેક પેઇનની સમસ્યા માટે કોઇએ હર્બલ દવા સૂચવેલી. એ દવા લીધા પછી તેને સારું લાગ્યું એટલે તે અમેરિકા ગઇ ત્યારે પણ તેણે એ દવા લેવાનું ચાલુ રાખ્યું. થોડા સમય પછી તેને અચાનક જ પેટમાં દુખાવો થયો, વજન ઘટ્યું, ઊલટી ઊબકા જેવાં લક્ષણો દેખાયાં. ડોક્ટરોએ લોહીની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનામાં સીસાની માત્રા ઘણી વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હર્બલ દવાઓ બંધ કરીને કિલેશન થેરેપી આપતાં તેના લોહીમાંથી સીસાની માત્રા ઓછી થઇ. આ આખા કેસનો સ્ટડી કરીને તારવવામાં આવ્યું કે હર્બલના ટાઇટલ સાથે વેચાતી દવાઓમાં કેટલું સીસુ વપરાયું છે તેની સ્પષ્ટતા કરવામાં ન આવી હોય તેવી દવાઓ જોખમી બની શકે.

You might also like