બોલિવુડનાં હેન્ડસમ અભિનેતા વિનોદ ખન્ના પંચમહાભૂતમાં વિલીન

મુંબઇ : બોલિવુડનાં હેન્ડસમ હીરો વિનોદ ખન્ના પંચતત્વમાં વિલીન થઇ ગયા. વિનોદ ખન્નાનો વર્લી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કારમાં બોલિવુડનાં ઘણા દિગ્ગજો હાજર રહ્યા હતા. વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કારમાં બોલિવુડ અને રાજનીતિના અંતિમ સંસ્કારમાં બોલિવુડનાં ઘણા દિગ્ગજ હસ્તીઓએ ભાગ લીધો હતો. અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચન, રણધીર કપૂર, ઋષી કપૂર, રણદીપ હુડા, સુભાષ ઘઇ, દિયા મિર્ઝા, પ્રફુલ્લ પટેલ, ફિલ્મોનાં વિલન રંજીત, ગાયક ઉદીત નારાયણ વગેરેનો સમાવેશ થાય છે.

ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ તેમનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વિનોધ ખન્નાને આપણે હંમેશા એક પ્રખ્યાત અભિનેતા, સમર્પિત નેતા અને ખુબ જ સારા વ્યક્તિ તરીકે યાદ કરીશું. તેમનાં પરિવારની આ દુખદ ઘડીમાં મરી સહાનુભુતી તેમની સાથે છે.

ઉલ્લેખનીય છે કે, 70 વર્ષીય વિનોદ ખન્નાનું ગુરૂવારે સવારે નિધન થયું હતું. હાલમાં જ તેમની એક તસ્વીર વાઇલ થઇ હતી. જેમાં તે ખુબ જ નબલા નજરે પડ્યા હતા. વિનોદ ખન્ના એક્ટિંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરદાસપુરના સાંસદ ખન્નાએ મુંબઇનાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

You might also like