એલસીબીની ઓળખ અાપી અાંગડિયાના કર્મચારી પાસેથી લૂંટ

અમદાવાદ: સુરેન્દ્રનગરની નવી માર્કેટ પાસે અાવેલી એક અાંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારીને કારમાં અાવેલા ચાર શખસોએ એલસીબી પોલીસ તરીકે ઓળખ અાપી કારમાં બેસાડી અપહરણ કરી કચ્છના સામખિયાળી ખાતે લઈ જઈ રૂ. પાંચ લાખની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અા અંગેની વિગત એવી છે કે નવી માર્કેટ અને મહેતા માર્કેટ વચ્ચે અાવેલી રમેશકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની અાંગડિયા પેઢીમાં કામ કરતાં વિનય ઠાકોર નામનાે યુવક સ્કૂટર પર પાર્સલ અાપવા જતો હતો ત્યારે કારમાં અાવેલા ચાર શખસોએ એલસીબીના સ્ટાફની ઓળખ અાપી અપહરણ કરી લઈ જઈ રૂ. પાંચ લાખની માલમતા ચોરી લીધી હતી અને કચ્છના સમખિયાળી ખાતે તેને ઉતારી નાસી છૂટ્યા હતા. વિનય ઠાકોરે અા અંગે સુરેન્દ્રનગર અાવી પેઢીમાં જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like