રામાયણમાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું પણ મોટું યોગદાન છે

રામાયણનાં મુખ્ય પાત્રો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણના વિશે તો બધા જ જાણે છે, પરંતુ રાવણની ઉપર રામની જીતમાં આ પ્રમુખ પાત્રો સિવાય એક હજી બીજા વ્યક્તિની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એ વ્યક્તિ વિશે બહુ જ ઓછા લોકો જાણે છે.

લક્ષ્મણને ત્રણ પત્ની હતી. ઉર્મિલા, જિતપદ્મા અને વનમાલા. પરંતુ રામાયણમાં માત્ર ઉર્મિલાને જ પત્ની તરીકે મહત્વ આપવામા આવ્યું છે. જીતપદ્મા અને વનમાલાનો રામાયણમાં ઉલ્લેખ થયો નથી. લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા છે. લક્ષ્મણે પોતાના ભાઇ શ્રીરામ સાથે ૧૪ વર્ષ વનમાં રહીને વૈરાગ્યનું આદર્શ ઉદાહરણ પ્રસ્તૃત કરેલ છે.

રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા વિશે તો આપણે બધા જાણીએ જ છે પણ તેમની પત્ની ઉર્મિલાએ પણ આમાં મોટું યોગદાન આપ્યું છે. આજે લક્ષ્મણની પત્ની ઉર્મિલા વિશે કેટલીક વાતો જાણીએ.

જ્યારે ભગવાન રામ અને સીતાની સાથે લક્ષ્મણ પણ વનવાસ જઈ રહ્યા હતા તો એમની પત્ની ઉર્મિલાએ પણ સાથે જવાની જીદ કરી પરંતુ લક્ષ્મણે ઉર્મિલાને સાથે લઈ જવાની ના પાડી દીધી લક્ષ્મણનું કહેવું હતું કે હું વનવાસ ભાઈ રામ અને ભાભી સીતાની સંભાળ રાખવા જઈ રહ્યો છું. આવામાં તમે પણ મારી સાથે આવશો તો મારી જવાબદારી વધી જશે.એટલા માટે તમે ઘરે જ રહો.

વનવાસના પહેલા દિવસે જ્યારે ભગવાન રામ અને માતા સીતા ઊંઘી ગયા તો લક્ષ્મણ એમના ઉપર નજર રાખતા હતા. થોડા સમય પછી નિદ્રાદેવી( ઊંઘની દેવી) લક્ષ્મણની પાસે આવવા લાગી. આવામાં લક્ષ્મણે એમને દૂર જવાનું કહેતાં વિનંતી કરી કે અત્યારે હું ઊંઘવાનું જોખમ નથી લઈ શકતો. મને મારા ભાઈ અને ભાભીની રક્ષા કરવી છે.

આવામાં નિદ્રાદેવીએ લક્ષ્મણની વાત માની લીધી અને એમને ૧૪ વર્ષ સુધી ઊંઘથી દૂર રહેવાની સહમતી આપી દીધી.
જોકે બદલામાં એમને કોઈ બીજાને લક્ષ્મણની ઊંઘની જવાબદારી લેવાનું કહ્યું. એવામાં લક્ષ્મણ બોલ્યા કે મારી પત્ની ઉર્મિલા મારી જગ્યાએ ઊંઘ લઈ લેશે. આના પછી નિદ્રાદેવી આ વાતે સહમત થઈ ગયાં.

હવે રોજ નિદ્રાદેવી લક્ષ્મણની પાસે ન જતાં સીધી ઉર્મિલા પાસે પહોંચી જતાં હતાં. ઉર્મિલા પણ પોતાના પતિના માટે આ જવાબદારી લેવા માટે ખુશી ખુશી તૈયાર થઈ ગયાં.

આવી રીતે ઉર્મિલાનાં ૧૪ વર્ષ સુધી ઊંઘતાં રહેવાથી એમના પતિ લક્ષ્મણ કોઇ થાક કે તણાવ વગર જાગીને રામ-સીતાની સંભાળ કરતા રહ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે રાવણના પુત્ર મેઘનાદનાં મૃત્યુનું કારણ લક્ષ્મણની પત્ની ઉર્મિલાથી જોડાયેલું છે.

વાસ્તવમાં મેઘનાદને એક વરદાન પ્રાપ્ત થયું હતું જેના કારણે એનો વધ માત્ર જ વ્યક્તિ કરી શકે જે ૧૪ વર્ષોથી ઊંઘ્યો ના હોય. આવામાં લક્ષ્મણની ઊંઘ ઉર્મિલા દ્વારા લઈ લેવાના કારણે લક્ષ્મણ પોતાની જાતે જ ૧૪ વર્ષસુધી ના ઊંઘવા વાળા વ્યક્તિ બની ગયા હતા. આ રીતે લક્ષ્મણ મેઘનાદનો વધ કરીને એમને મોક્ષ અપાવવામાં સફળ રહ્યા.•

You might also like