મેડલ નહીં, પણ દિલ જીતનારા લક્ષ્મણને 10 લાખનો પુરસ્કાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય રમતગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે લાંબા અંતરના દોડવીર ગોવિંદન લક્ષ્મણને સન્માનિત કર્યો. સરકારે મેડલ વિજેતાઓને તો સન્માનિત કર્યા જ, પરંતુ લક્ષ્મણને આ સન્માન દિલ જીતવા બદલ મળ્યું.

તાજેતરમાં જ પૂરી થયેલી એશિયન ગેમ્સ દરમિયાન લક્ષ્મણને લાઇન તોડવાના કારણે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેણે જે પ્રદર્શન કર્યું, તેની આખા દેશમાં પ્રશંસા થઈ હતી.

લક્ષ્મણને રૂ. ૧૦ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો. લક્ષ્મણે જણાવ્યું, ”હું અયોગ્ય જાહેર થયો હતો, તેમ છતાં મને આ પુરસ્કાર આપવામાં આવ્યો. આવી રીતે પ્રોત્સાહિત કરવા બદલ હું રમતગમત પ્રધાનનો આભાર માનું છું.

સેનાનાે દોડવીર લક્ષ્મણ જો અયોગ્ય જાહેર ન થયો હોત તો તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હોત, પરંતુ તેનો પગ ટ્રેકની અંદરની લાઇનના હિસ્સાને સ્પર્શી ગયો હતો. તેની પાસેથી મેડલ છીનવી લેવાના નિર્ણય સામે ભારતીય એથ્લેટિક્સ સંઘે ફરિયાદ પણ કરી હતી.

You might also like