દવાના ઓનલાઈન વેચાણ પર બની શકે છે નિયમ, જાણો કયા કયા . . .

જો તમે ઓનલાઇન દવા ખરીદતા હો તો હવે જલદી જ સરકારની નજર એવી વેબસાઇટ પર મંડાવાની છે. એક સરકારી સમિતિએ એ સૂચન આપ્યું છે કે એવી વેબસાઇટ પર થતા વેચાણ સરકારી એજન્સીઓનું ધ્યાન હોવું જોઈએ, પરંતુ તેના માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

સમિતિના રિપોર્ટ પ્રમાણે સરાકરી એજન્સીની વેબસાઇટને એવી તમામ દવા વેચનારી કંપનીઓની વેબસાઇટ પર દેખાડવી જોઈએ. રિપોર્ટ પ્રમાણે ઓનલાઇન દવા વેચનારી કંપનીઓને ડિઝિટલ સિગ્નેચર વાપરનારાને જ પોતાની વેબસાઇટથી દાવા ખરીદવાની પરવાનગી હોવી જોઈએ.

દવા વેચનારી ઘણી કંપનીઓ હવે ગ્રાહકો પાસે 20 ટકાની છૂટ આપી રહી છે, જેના કારણે દુકાનદાર તેઓના વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. દુકાનદારોની માંગ છે કે દવાઓનું ઓનલાઇન વેચાણ બંધ કરી દેવું જોઈએ.

You might also like