લાવાએ લોન્ચ કર્યો 2GB રેમ અને 8MPવાળો સ્માર્ટફોન, કિંમત 6,499

નવી દિલ્હી: લાવાએ ભારતમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોનવાળો Lava x3 લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની કિંમત 6,4,99 રૂપિયા રાખવામાં આવી છે. હેન્ડસેટ ફ્લિપકાર્ટ અને એમેજોન ઇન્ડિયા પર ઉપલબ્ધ છે.

લિસ્ટિંગ મુજબ આ સ્માર્ટફોનમાં 5 ઇંચની ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720×1280 પિક્સલ છે. પ્રોસેસરની વાત કરીએ તો આ નવા લાવા સ્માર્ટફોનમાં 1.3GHz ક્વાડ-કોર મીડિયાટેક પ્રોસેસર છે. તથા 2 જીબી રેમ છે.

સ્માર્ટફોનની ઇનબિલ્ટ સ્ટોરેજ 8જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે. lava X3માં 8 મેગાપિક્સલનો રિયર ઓટોફોકસ કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો lava X3માં 3G, બ્લ્યૂટૂથ, વાઇફાઇ, જીપીસ અને માઇક્રો-યૂએસબી કનેક્ટિવિટી ફીચર આપવમાં આવ્યા છે. તેમાં 2500mAhની બેટરી આપવામાં આવી છે.

You might also like