ચંદ્ર તેમજ મંગળ ગ્રહ ઉપર લાવા ટયૂબ્સમાં શહેર વસશે

અંતરિક્ષમાં માનવ વસ્તીનો વસવાટ કરાવવાનાં સ્વપ્નો જોઈ રહેલા વિજ્ઞાનીને મોટી સફળતા મળી છે. જેમાં ચંદ્ર અને મંગળ ગ્રહ પર જ્વાળામુખી સંબંધિત હિલચાલનાં કારણે બનેલી ભૂમિગત ગુફાઓ( લાવા ટ્યૂબ્સ)આ કામમાં વિજ્ઞાનીને મદદ કરી શકે તેમ છે. વિજ્ઞાનીનાં દાવા મુજબ અંતરિક્ષમાં કરવામાં આવેલા અભિયાનમાં ચંદ્ર અને મંગળ ગ્રહ પર ખાસ પ્રકારનાં ખડક જેવા ઢગલા જોવા મળ્યા છે અને તેમાં લાવા ટ્યૂબ્સ હોવાનાં પુરાવા મળ્યા છે. આ લાવા ટયૂબ્સથી માણસ તેમના સુરક્ષિત આવાસ બનાવી શકે છે. અને તે ત્યાં સુધી કે આવી જગ્યાએ ગલી કે શહેર પણ વસાવી શકાય તેમ છે.

આ વિજ્ઞાનીએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બંને ગ્રહ પર જે લાવા ટયૂબ્સ છે તે પૃથ્વી પર મળે છે. હવાઈ, આઈસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર કવીન્સલેન્ડ, સિસલી અને ગાલાપાગોસ દ્વિપો સહિત પૃથ્વી પર અનેક જ્વાળામુખી વિસ્તારમાં લાવા ટયૂબ્સની હાજરી જોવા મળી છે. આ ટયૂબોનું ભૂમિગત નેટવર્ક ૬૫ કિ.મી. સુધી જ હોય છે.

સંશોધકોએ કરેલો તુલનાત્મક અભ્યાસ
ઈટાલીમાં પડોવા અને બોલોગ્ના યુનિવર્સિટીનાં સંશોઘકોએ પૃથ્વી, ચંદ્ર અને મંગળ ગ્રહ પર રહેલા લાવા ટયૂબ્સનો વ્યવસ્થિત અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. જેમાં પડોવા વિવિના રેકોર્ડ પોજોબનનાં જણાવાયા અનુસાર પૃથ્વી, ચંદ્ર અને મંગળ ગ્રહની સરખામણી કરવામાં આવતાં જાણવા મળ્યું છે કે ગુરુત્વાકર્ષણની લાવા ટયૂબ્સનાં આકાર પર વ્યાપક અસર થઈ શકે છે. પૃથ્વી પર તે ૩૦ મીટર લાંબો હોઈ શકે છે. જ્યારે મંગળનાં ઓછા ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં અમે ૨૫૦ મીટર સુધી લાંબી અને પહોળી ટયૂબ્સનાં પુરાવા પણ જોવા મળ્યા છે. ચંદ્ર પર આ સુરંગો એક કિ.મી. અથવા તેનાથી લાંબી અને લબાઈમાં સેંકડો કિ.મી. સુધી ફેલાયેલી હોઈ શકે છે. આ ઉપરાંત મંગળ ગ્રહ પર બીજા અન્ય ગ્રહો પણ હોવાની આ વિજ્ઞાનીને ધારણા છે.

You might also like