11,499 રૂપિયામાં લોન્ચ થયો 3GB રેમવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: લાવાએ નવા X સીરીજના સ્માર્ટફોન લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. પહેલાં X46 લોન્ચ કરવામાં આવ્યો અને હવે કંપનીએ X81 લોન્ચ કર્યો છે. તેની કિંમત 11,499 રૂપિયા છે અને આ 13 જૂનથી ફ્લિપકાર્ટ પર મળશે. આગામી મહિનાથી તેના ગોલ્ડ કલરના વેરિએન્ટનું પણ વેચાણ શરૂ થશે.

5 ઇંચ એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં 2.5D કર્વ્ડ સ્ક્રીન લગાવવામાં આવી છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. ડુઅલ સિમવાળા આ ફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો ઓએસ આપવામાં આવી છે.

હાર્ડવેરની વાત કરીએ તો તેમાં 1.3GHz ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસરની સાથે 3GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GBની છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારી 64GB સુધી કરી શકાય છે. તેની બેટરી 2,700mAhની છે.

ફોટોગ્રાફી માટે તેમાં f/2.0 અપર્ચર અને એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં VoLTE અને 4G LTE સહિત બીજા સ્ટાર્ડડ ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like