શું તમે તમારી જાત પર હસી શકો છો, તો…

કેટલાક લોકો વાતચીતમાં પોતાની જ જાત પર જોક મારીને વાતને વધુ સ્પષ્ટતાપૂર્વક રજૂ કરતા હોય છે. આવા લોકોનંુ માનસિક સંતુલન અને સ્વાસ્થ્ય ઘણું જ મજબૂત હોય છે. સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનેડાના નિષ્ણાતોએ કહ્યું છે કે જે લોકો પોતાની જાતને ઉતારી પાડતી મજાક કરતા હોય તેમના મનમાં પોતાના વિશે નકારાત્મક અસરો ઓછી થતી હોય છે.

આવા લોકો સ્વસ્થતાપૂર્વક સમાજમાં હળીભળી જતા હોય છે અને પોતાની જાત પર હસીને લોકોની સાથે વધુ સારું કનેક્ટ કરતા હોય છે. જે લોકો વાતચીતમાં ઉદાહરણ તરીકે પોતાની જાત પર જ ટીખળ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેઓ માનસિક રીતે વધુ સ્વસ્થ અને મજબૂત હોય છે.

You might also like