મોડી રાતે ફિલ્મ જોઈ ઘરે જતા યુવકને ચપ્પાની અણીએ લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. પોલીસના ડર વગર મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને લૂંટી લેવાય છે. ગઇ કાલે મોડી રાતે આવો જ એક કિસ્સો ‌વટવા વિસ્તારમાં ત્રિકમપુરા પા‌િટયા પાસે બન્યો છે. ઓટોમોબાઇલ્સની કંપનીમાં સેલ્સ એકિઝક્યુ‌િટવ તરીકે નોકરી કરતા યુવકની ચપ્પાની અણીએ અજાણ્યાે યુવક દોઢ તોલા સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ જતાં વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતો ચિરાગ સોલંકી ઓટોમોબાઇલ્સ કંપનીમાં સેલ્સ એકિઝક્યુ‌િટવ તરીકે નોકરી કરે છે. ગઇ કાલે ચિરાગ તેના મિત્ર રાહુલ સાથે નરોડા વિસ્તારમાં આવેલ એક થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયાે હતાે. ફિલ્મ જોઇને બંને મિત્રો ત્રિકમપુરા પા‌િટયા પાસે આવેલ એક હોટલમાં જમવા બેઠા હતા. જમ્યા પછી રાહુલ તેના ઘરે જતો રહ્યો હતો.

જ્યારે ચિરાગ એક બાંકડા ઉપર બેઠો હતો. દરમ્યાનમાં એક યુવક બાઇક લઇને ચિરાગ પાસે આવ્યો હતો. તેણે અહીં તું કેમ બેઠો છે તેવું કહીને ચપ્પું બતાવ્યું હતું. જોતજોતામાં યુવક ચિરાગના ગળામાં રહેલ દોઢ તોલાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like