લતા દીદીની આ પહેલને કરવી જોઇએ સલામ

મુંબઇઃ દેશના સૈનિકો સાથે જોડાયેલો કોઇ પણ મુદ્દો હોય લતા મંગેશકર મદદ માટે સૌથી પહેલા હાજર થઇ જાય છે. લતા મંગેશકરે પોતાના ફેસબુક પેજ પર યુદ્ધમાં શહિદ થયેલા સૈનિક પરિવારો માટે આર્મી વેલફેયર ફંડમાં યોગદાન માટે દેશ અને નાગરિકોને અપીલ કરી હતી. લતા મંગેશકરે પોસ્ટમાં લખ્યું છે કે

નમસ્કાર

હું માનું  છું માતા, પિતા, ગુરૂ, માતૃભૂમિના રક્ષક અમારા વીર જવાનો છે. તેના માટે વ્યક્તિ જેટલું પણ કરે ઓછું છે. આપણા દેશના વીર જવાનો દેશની રક્ષા માટે પ્રાણોની પણ પરવાહ નથી કરતા. તેમના કારણે જ આપણે સુરક્ષીત છીએ. આપણું પણ એ કર્તવ્ય બને છે કે આપણે તેમના માટે જે શક્ય હોય તે કરી શકીએ. હું મારા તરફથી વીર જવાન ભાઇઓ માટે આર્મી વેલફેર ફંડ બેટલ કેજ્યુલટીઝમાં કેટલાક પૈસા અર્પણ કરી રહી છું. મારી ઉપર તમારો ઉપકાર રહેશે કે તમે પણ તેમાં યથાશક્તિ યોગદાન આપો. 28 સપ્ટેમ્બરે મારો જન્મદિવસ છે. તમે દર વર્ષ હજારોની સંખ્યામાં મારા જન્મદિવસે ફૂલ, મિઠાઇ, કેક, ગ્રિટિંગ કાર્ડસ મોકલો છો. મારુ તમને નમ્ર નિવેદન છે કે આ વર્ષ મને આ બધુ મોકલાવાની જગ્યાએ આ પૈસા અને જેટલા તમારાથી શક્ય હોય તેટલા પૈસા વીર જવાન ભાઇઓને અર્પણ કરો.  મને આશા છે કે તમારો પ્રેમ અને આર્શીવાદ આ રીતે બનેલો રહે.

આ છે તેમની પોસ્ટ

lata

જય હિંદ, વંદે માતરમ્

ફંડનું નામઃ આર્મી વેલફેયર ફંડ બૈટલ કેજ્યુઅલિટીઝ

બેંકઃ સિન્ડીકેટ બેંક, સાઉથ બ્લોક, નવી દિલ્હી-110011

બ્રાંચ કોડઃ 9055, IFSC:SYNB0009055

A/C NO: 90552010165915

You might also like