યુરોપમાં ૧૦ વર્ષમાં ૧૧ મોટા આતંકી હુમલા

શુક્રવારે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસમાં સાત અલગ અલગ સ્થળોએ થયેલા ત્રાસવાદી હુમલામાં ઓછામાં ઓછા ૧૫૮ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો જખમી થયા છે. ફ્રાન્સ અને પશ્ચિમી યુરોપ આતંકીઓના નિશાન પર હંમેશાં રહ્યા છે. અત્યાર સુધીમાં ફ્રાન્સ સહિત યુરોપમાં ૧૦ વર્ષમાં ૧૧ સૌથી મોટા ત્રાસવાદી હુમલા થયા છે.

– ૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કેટલાક ત્રાસવાદીઓએ પેરિસમાં ફ્રેન્ચ મેગેઝિન શાર્લી હેબ્દોના વડામથક પર અંધાધૂંધ ફાયરિંગમાં ૧૨નાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન અલ-કાયદાએ લીધી હતી. વાસ્તવમાં આ હુમલો મેગેઝિન દ્વારા પયગમ્બર મહમ્મદનું કાર્ટૂન છાપવાના વિરોધમાં થયાે હતાે.

– ૨૪ મે, ૨૦૧૪ના રોજ બે‌િલ્જયમની રાજધાની બ્રસેલ્સમાં યહૂદીઓના એક મ્યુઝિયમ પર એક ત્રાસવાદી હુમલો થયો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. હુમલાનો એક આરોપી ફ્રેન્ચ નાગરિક હતો. જે સિરિયામાં આઈએસઆઈએસ સામે લડાઈ લડી રહ્યો હતો.

– ૨૨ મે, ૨૦૧૩ના રોજ આતંકી સંગઠન અલ-કાયદાના બે ત્રાસવાદીઓએ લંડન સ્ટ્રીટ પર એક બ્રિટિશ સોલ્જરને ચાકુ ભોંકીને લટકાવી દીધાે હતાે. જેમાં તેનું મોત થયું હતું.

– માર્ચ ૨૦૧૨માં એક આતંકી બંદૂકધારીએ હુમલો કરીને ત્રણ યહૂદી સ્કૂલના બાળકો, એક રગ્બી ખેલાડી અને ત્રણ પેરાટ્રુપર્સને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

– ૨૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ નોર્વેના ઉટોયો આઈલેન્ડ પર મુસ્લિમ વિરોધી અંતિમવાદી જૂથના ઓસ્લોમાં બોમ્બ હુમલો કર્યા બાદ એક યુથ કેમ્પ પર અટેક કર્યો હતો. જેમાં ૭૭ નિર્દોષ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટા ભાગના યુવાનોનો સમાવેશ થતો હતો.

You might also like