વર્ષનું અંતિમ સૂર્યગ્રહ, તમારી રાશી પર શું થશે અસર

1 સપ્ટેમ્બર 2016ના રોજ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે અને પૃથ્વીને પૂર્ણ રીતે પોતાના છાયક્ષેત્રમાં લાવી દે છે. સંપૂર્ણ ખગોળી સૂર્ય ગ્રહણથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નહીં પડે. જેને કારણે સૂર્ય ગ્રહણ દરમ્યાન પૃથ્વી પર અંધારૂ છવાઇ જશે. સામાન્ય રીતે ગ્રહણને શુભ માનવામાં નથી આવતું. જ્યોતિષના દાર્શનિક ખંડ પ્રમાણે ખગોળીય ગ્રહણ દરમ્યાન સમસ્ત જીવો પર તેની શુભાશુભ અસર જોવા મળે છે.

મેષઃ નોકરીમાં મુશ્કેલી રહેશે, અગંત જીવન અશાંત રહેશે, કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે.

વૃષભઃ માતાનું સ્વાસ્થ્ય બગડશે. પરિવારમાં આનંદ રહેશે. સંતાનથી લાભ થશે. શિક્ષામાં સુધારો થશે

મિથુનઃ ભાઇ બહેનના સંબંધોમાં તણાવ જોવા મળે. વાહન સુખમાં વૃદ્ધી થશે.

કર્કઃ ઘનનું નુકશાન થશે, ખોટા ખર્ચા વધશે. સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહઃ માનસિક અશાંતિ રહેશે. સ્વાસ્થ્ય બગડશે. દાપત્યમાં વિવિદના યોગ છે. ધનલાભ પણ થઇ શકે છે.

કન્યાઃ પરાક્રમમાં વધારો થશે, ખર્ચા વધશે. નવા કપડાં તેમજ અલંકારો ખરીદાશે.

તુલાઃ નોકરીમાં પ્રમોશન આવશે. પૈસા પ્રાપ્ત થશે વ્યવસાયમાં ફાયદો થશે, ધંધા અર્થે બહાર જવાનું થાય.

વૃશ્ચિકઃ  બંધુ અને મિત્રોથી આનંદ થશે. પ્રબળ ધન યોગ છે. અક્સમાત, વ્યાપારિક તેજી-મંદી રહેશે.

ધનઃ વ્યવસાયિક લાભ થશે. નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન પર ખર્ચ વધશે. માનસિક ચિંતા વધશે.

મકરઃ ધર્મસ્થળની મુસાફરી કરો. સ્વાસ્થ્ય ચિંતાજનક રહેશે. પિતા પક્ષમાંથી મોટા લાભ થશે.

કુંભઃ રોકાયેલું ધન પ્રાપ્ત થશે, પ્રમોશનના પ્રબળ યોગ છે. અકસ્માત દાપત્યમાં ઉતાર-ચઢાવના યોગો છે.

મીનઃ વ્યાપારમાં લાભ થશે. બગડતી તબિયતમાં સુધારો થશે. મુસાફરી ખર્ચ વધશે.

You might also like