એન્જિનિયરિંગના છેલ્લા સેમેસ્ટરમાં ‌સ્કિલ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત

અમદાવાદ: એન્જિનિયરિંગમાં ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા હવે નવી રીતે લેવામાં આવશે, તેમાં અભ્યાસ પૂર્ણ કરી રહેલ વિદ્યાર્થીની યોગ્યતા ચકાસવામાં આવશે. જો તેમાં તે સફળ નહીં રહે તો તેને એન્જિનિયરિંગની ડિગ્રી મળશે નહીં અને વિદ્યાર્થીએ ફરીથી તેની તૈયારી કરવી પડશે.

એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા માટે હવે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આખરી સેમેસ્ટરમાં ‘‌િસ્કલ ટેસ્ટ’ પાસ કરવી ફરજિયાત રહેશે. એઆઈસીટીઈએ આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. માનવ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રાલયે તેને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.

આ અંગે જૂનમાં તેની રૂપરેખા તૈયાર થઈ જશે. એઆઈસીટીઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જૂન-૨૦૧૭ સુધીમાં ‌િસ્કલ ટેસ્ટની રૂપરેખા તૈયાર કરીને તમામ યુનિવર્સિટીઓ અને સ્વાયત્ત કોલેજને મોકલી આપવામાં આવશે.

હવે લેખિત પરીક્ષા યોજાશે નહીં. અધિકારીના જણાવ્યા પ્રમાણે ફાઈનલ પરીક્ષામાં અત્યાર સુધી સિલેબસમાંથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા, પરંતુ હવે નવી પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નોના લેખિત જવાબ માગવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ જે કંઈ શીખ્યું છે કે તેને પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવું પડશે.

http://sambhaavnews.com/

You might also like