છેલ્લાં નવ વર્ષનાં એપ્રિલથી જૂનના ગાળામાં સૌથી વધુ IPO ચાલુ વર્ષે આવ્યા

અમદાવાદ: ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં રૂ. ૫,૮૫૫ કરોડના આઇપીઓ આવ્યા હતા, જે પાછલાં નવ વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ સૌથી વધુ આઇપીઓ દ્વારા રકમ એકઠી કરાઇ હતી.  જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આઇપીઓ બજારનું ખરાબ પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું, પરંતુ પાછલા કેટલાક મહિનાઓથી તેમાં બદલાવ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭-૦૮માં પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં આઇપીઓ દ્વારા રૂ. ૧૩,૦૮૩ કરોડ એકઠા કરવામાં આવ્યા હતા.

જાણકારોના જણાવ્યા પ્રમાણે એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં નાની અને મધ્યમ કદની કંપનીઓના ૧૩ આઇપીઓ દ્વારા રૂ. ૧૨૭ કરોડ એકઠા કરવામાં આવ્યા હતા.  નોંધનીય છે કે પાછલા વર્ષે આ જ સમયગાળામાં નવ નાની અને મધ્યમ કદની કંપનીઓના આઇપીઓ દ્વારા રૂ. ૪૨ કરોડ એકઠા કરવામાં આવ્યા હતા. મહાનગર ગેસ, થાયરોકેર ટેક્નોલોજી, ઉજ્જિવન ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઇક્વિટાસ હોલ્ડિંગ, પરાગ મિલ્ક ફૂડ કંપનીના આઇપીઓ આવ્યા હતા, જેમાં નાના રોકાણકાર દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો.

You might also like