બ્રસેલ્સ એરપોર્ટ વિસ્ફોટ મામલો: ‘ટોપીમાં દેખાયેલ વ્યક્તિ’ની થઇ ઓળખ

બ્રસેલ્સ : પેરિસ હુમલાનો શંકાસ્પદ મોહમ્મદ અબરીની પર ‘આતંકી હત્યા’નો આરોપ છે. અબરીનીએ સ્વીકાર કર્યો છે કે બ્રસેલ્સ એરપોર્ટ પર આત્મઘાતી વિસ્ફોટ કરનારાઓની સાથે વિડીયો ફુટેજમાં ટોપી પહેરી દેખાનાર વ્યક્તિ હું જ છું. આ અંગેની જાણકારી બેલ્જિયમના વકીલે આપી છે. બ્રસેલ્સ સબ-વે હુમલા મામલે એક અન્ય વ્યક્તિ પર પણ ‘આતંકી હત્યા’નો આરોપ લગાવવામાં આવ્યો છે.

આતંકી હત્યાઓમાં ભાગ લેવાનો આરોપ
તપાસકર્તાઓ સ્પષ્ટ કર્યું છે ફ્રાન્સ અને બેલ્જિયમમાં કરવામાં આવેલ આતંકી હુમલાઓમાં જેહાદી શામેલ હતા. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદો પર તેમને મદદ કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આબરિની સાતે ધરપકડ કરાયેલ અન્ય બે વ્યક્તિઓને આજે છોડી મુકવામાં આવ્યા હતા. બેલ્જિયમના વકીલની ઓફિસમાંથી મળતી જાણકારી મુજબ પેરિસ હુમલાની તપાસ કરી કરેલી રહેલા આતંકી મામલાના વિશેષજ્ઞ જ્જે મોહમ્મદ અબરીનીની ધરપકડ કરી લીધી છે. એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે અબરીની પર આતંકી સંગઠનની પ્રવૃત્તિ અને આતંકી હત્યાઓમાં ભાગ લેવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

સીસી ટીવી ફુટેજની તપાસ કરનાર અને અબરીનીને સવાલ પુછનાર વકીલે જણાવ્યું છે કે બ્રસેલ્સ એરપોર્ટ પર હુમલા દરમિયાન ત્યાં હાજર રહેનાર ત્રીજો શખ્સ અબરીની છે. વકીલ તરફથી આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે અબરીનીએ ઘટના સ્થળે પોતે હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. તેણે જણાવ્યું હતું કે કઇ રીતે પોતાનું જેકેટ ડસ્ટબીનમાં ફેંકી દીધું અને ત્યારબાદ પોતાની હેટ વેંચી દીધી હતી.

You might also like