પાછલા સળંગ ચાર વર્ષમાં મે મહિનામાં સેન્સેક્સ વધ્યો

અમદાવાદ: ગઇ કાલ શેરબજાર નવી ઊંચાઇએ બંધ થયેલું જોવા મળ્યું હતું. નિફ્ટી સૌપ્રથમ વાર ૯,૫૦૦ની સપાટીની ઉપર ૯,૫૧૨ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી. મે મહિનામાં સેન્સેક્સમાં અત્યાર સુધીમાં ૬૬૫ પોઇન્ટનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે ત્યારે હવે શેરબજારમાં નવી ઊંચાઇ બનાવ્યા બાદ કેવી ચાર રહેશે તે પ્રશ્ન રોકાણકારને મૂંઝવી રહ્યો છે, જોકે પાછલાં ચાર વર્ષના ડેટા જોઇએ તો મે મહિનામાં સેન્સેક્સ વધ્યો છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં સેન્સેક્સમાં ૧૮૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે પાછલાં વર્ષે પણ મે મહિનામાં સેન્સેક્સમાં ૧૦૬૧ પોઇન્ટનો વધારો જોવાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક મોરચે નેગેટિવ પરિબળોનો અભાવ વરતાઇ રહ્યો છે તથા સ્થાનિક મોરચે પણ સારા ચોમાસાનાં અનુમાન, જીએસટીની અમલવારી, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં સારા પરિણામની આશાએ આગામી દિવસોમાં પણ સાધારણ કરેક્શન બાદ સુધારાની ચાલ જોવાઇ શકે છે તેવો એનાલિસ્ટ દ્વારા મત વ્યક્ત કરાઇ રહ્યો છે.

મે માસમાં સેન્સેક્સમાં જોવાયેલો સુધારો
વર્ષ સેન્સેક્સ આટલા
પોઈન્ટ વધ્યો
મે-૨૦૧૬ ૧૦૬૧
મે-૨૦૧૫ ૮૧૭
મે-૨૦૧૪ ૧૮૦૦
મે-૨૦૧૩ ૨૫૬
http://sambhaavnews.com/

You might also like