પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ: ગડકરી, હેમા, રાજ બબ્બર સહિતના દિગ્ગજો આજે ફોર્મ ભરશે

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ૧૧ એપ્રિલે યોજાનારા પહેલા તબક્કામાં બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના ર૦ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૧ બેઠક પર મતદાન થવાનું છે.

આજે કર્ણાટકની તુમકુર બેઠક પરથી જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા ફોર્મ ભરશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુરથી પોતાનું નોમિનેશન ફાઈલ કરશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતનાં મોટાં રાજ્યમાં મતદાન થવાનું છે.

તેમાં આંધ્રપ્રદેશની રપ, અરુણાચલની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, જમ્મુ-કાશ્મીરની બે, મહારાષ્ટ્રની સાત, મણિપુરની એક, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, ઓડિશાની ચાર, સિક્કિમની એક, તેલંગાણાની ૧૭, ત્રિપુરાની એક, ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ચિમ બંગાળની બે, આંદામાન નિકોબારની એક, લક્ષદ્વીપની એક બેઠકનો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ બેઠક પરથી તમામ મુખ્ય ઉમેદવારો આજે તેમનાં ફોર્મ દાખલ કરશે. ભાજપમાંથી નિવૃત્ત જનરલ વી.કે. સિંહ, મહાગઠબંધનના સુરેશ બંસલ અને કોંગ્રેસનાં ડોલી શર્મા ફોર્મ ભરશે. યુપીના ફતેહપુર સીકરીથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર ફોર્મ ભરશે.

મથુરાથી હેમા માલિની અને કોંગ્રેસના મહેશ પાઠક પણ ફોર્મ ભરશે. યુપીની અમરોહા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંવરસિંહ તંવર, બસપાના દાનિશ અલી બપોરે ફોર્મ ભરશે. બીજી તરફ ઉત્તરાખંડમાં આજે ભાજપના ઉમેદવાર ડો. રમેશ પોખરિયાલ નિશંક, કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ટમ્ટા, અજય ટમ્ટા, અજય ભટ્ટ, અંબરીશ કુમાર, હરીશ રાવત, પ્રીતમ સિંહ, મનીષ ખંડૂરી પણ ફોર્મ ભરશે. બિઝનૌરથી નસીમુદ્દીન સિ‌િદ્દકી ફોર્મ ભરશે.

બિહારની જમુઈ લોકસભા બેઠક પરથી આજે ચિરાગ પાસવાન નોમિનેશન ફાઈલ કરશે, જ્યારે મહાગઠબંધનના ઉમેદવાર ભૂદેવ ચૌધરી આ જ બેઠક પરથી ફોર્મ ભરશે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી ફારુક અબ્દુલ્લા અને બિહારના ગયા સંસદીય ક્ષેત્રથી હમ પાર્ટીના અધ્યક્ષ જીતનરામ માંઝી ફોર્મ ભરશે.

You might also like