જાણો પ્રત્યુષાએ મરતા પહેલાં રાહુલ સાથે કયા મુદ્દે વાત કરી અને પછી લીધુ અંતિમ પગલું

મુંબઇઃ પ્રત્યુષા બેનર્જીએ ચાલુ વર્ષે જ પહેલી એપ્રીલના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષા અને તેનો બોયફ્રેન્ડ રાહુલ લીવઇનમાં રહેતા હતા. મરતા પહેલાં છેલ્લી વખત પ્રત્યુષાએ રાહુલ રાજ સાથે જ વાત કરી હતી અને પછી જીવનનું અંતિમ પગલું લીધું હતું. ત્યારે તેમની વચ્ચે થયેલી વાતચીતની છેલ્લી ટ્રાન્સસ્ક્રિપ્ટ સામે આવી છે. લગભગ ત્રણ મિનિટના આ કોલમાં એવું સામે આવ્યું છે કે જેમાં રાહુલે પ્રત્યુષાને વેશ્યાવૃત્તિની દુનિયમાં ધકેલી દીધી હતી. જેના કારણે તે ખુબ જ દુઃખી હતી.

મરતા પહેલા રાહુલ સાથે થયેલા ફોનમાં  વાતચીતમાં પ્રત્યુષાએ કહ્યું હતું કે, હું અહીં મારા કામને વેચવા માટે નહોતી આવી. એક્ટિંગ કરવા માટે આવી હતી. કામ કરવા માટે આવી હતી. જો તે આજે મને ક્યાં લાવી ઉભી રાખી દીધી છે. રાહુલ તને જરાય ખ્યાલ નથી કે હું આજે કેટલું ખરાબ અનુભવી રહી છું. પ્રત્યુષાએ રાહુલ પર આરોપ લગાવતા કહ્યું કે તે મારૂ નામ ખરાબ કરી નાંખ્યું છે. તું મતલબી છે. લોકો મારા વિશે વાતો કરે છે. મારા માતા-પિતાને ખરાબ કહી રહ્યાં છે. રાહુલ હવે બધુ ખતમ થઇ ગયું છે. હું ખતમ થઇ ગઇ છું. મરી ગઇ હું. પછી રાહુલે પ્રત્યુષાને વિશ્વાસ અપાવ્યો કે તે અડધા કલાકમાં ઘરે આવે છે. જેના જવાબમાં પ્રત્યુષાએ કહ્યું કે અડધા કલાકમાં બધુ જ ખતમ થઇ જશે.

બસ આજ વાતચીતના આધારે પ્રત્યુષાના વકિલ નીરજ ગુપ્તા મામલાની તપાસ માટે અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યાં છે. બોયફ્રેન્ડ રાહુલ રાજ આ મામલે આરોપી છે અને હાલ જામીન પર જેલની બહાર છે.

You might also like