ટી20 વર્લ્ડકપ પછી મલિન્ગા નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા

શ્રીલંકાના સુકાની લસિથ મલિન્ગાએ ત્રણ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી પછી પહેલી જ ઓવરમાં બે વિકેટ તેમજ બીજા સ્પેલમાં બે વિકેટ ઝડપી મેચ વિનિંગ પરફોમન્સ બતાવ્યું હતું. 26 રન આપી ચાર વિકેટ ઝડપી તેમજ યુએઇને પરાજય આપવા છતાં સુકાની ખુશ દેખાતા નહોતા. મેચ પૂરી થયા બાદ મલિન્ગાએ જણાવ્યું કે તે હજુ સંપૂર્ણ ફીટ નથી. તેણ કહ્યું કે તે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને ટી20 વિશ્વકપ બાદ સંન્યાસ લે તેવી શક્યતા છે.

મેચ બાદ જ્યારે મલિન્ગાને પૂછવામાં આવ્યું કે વિશ્વકપ-2015 અગાઉ જે પ્રકારે જયવર્ધને અને સંગકારાએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી તે પ્રકારની જાહેરાત તે પણ વિશ્વકપ-2016 અગાઉ કરી શકે છે. આ અંગે તેણે હસીને કહ્યું ‘બની શકે છે’. આમ શ્રીલંકાઇ કપ્તાને સંકેત આપ્યો છે કે તે ભારતમાં રમાનારા આઇસીસી ટી20 વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. મલિન્ગા ઘુંટણની તકલીફના કારણે છેલ્લા ત્રણ મહિનાથી આરામ પર હતો.

મલિન્ગાએ કહ્યું કે હું રાષ્ટ્રીય ટીમમાં છેલ્લા 12 વર્ષથી રમી રહ્યો છું. હવે હું 32 વર્ષનો થયો છું. મારી ઇજા ગંભીર છે અને જો તેના કારણે મારે 12થી 18 મહિનાનો બ્રેક લેવો પડશે તો મારુ કેરિયર પુરુ થઇ જશે. મલિન્ગા ઇજા હોવા છતાં ટી20 વિશ્વકપ રમવાની ઇચ્છા ધરાવે છે. તેનું માનવું છે કે ટી-20 ગત ચેમ્પિયન ટીમને તેની જરૂરીયાત છે.

You might also like