મલિંગા પર છ મહિનાનો પ્રતિબંધ, ખેલમંત્રીની ‘બંદર’ સાથે કરી હતી સરખામણી

કોલંબો : શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાને પોતાનું નિવેદન ભારે પડી ગયું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા મલિંગા પર છ મહિનાનો બેન લગાવામાં આવ્યો છે. મલિંગા પર આ બેન કરાર સંબંધી ઉલ્લંઘન મામલે લગાવામાં આવ્યો છે. બેન સાથે તેના પરની આગલી મેચની 50 ટકા ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયની અસર હાલમાં ચાલી રહેલી ઝિમ્બાબ્વેની શ્રેણી પર નહીં પડે. ખરેખર, મલિંગા પર આ કાર્યવાહી પોતાના દેશના ખેલમંત્રી પર કરેલી ટિપ્પણીઓના કારણે લગાવામાં આવ્યો છે. આ નિર્ણય ત્રણ સભ્યોની પેનલ દ્વારા લેવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like