હાફીઝ સઇદે પ્રજાસત્તાક દિવસે આતંકી હુમલો કરવાનાં આપ્યાં આદેશ, સુરક્ષા એજન્સી એલર્ટ

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં સંસ્થાપક અને જમાત ઉલ દાવાનાં ગેંગસ્ટર હાફિઝ સઇદ ભારતમાં હુમલો કરવાનાં ફિરાકમાં છે. આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠને પ્રજાસત્તાક દિવસનાં મોકા પર દેશમાં મોટો આત્મઘાતી હુમલો કરવાનો આદેશ જમ્મુ-કશ્મીરમાં સક્રિય લશ્કરી આતંકીઓને આપ્યો છે.

દેશનાં ખાનગી વિભાગે દિલ્હી પોલીસને 5 જાન્યુઆરીનાં રોજ આતંકી હુમલો થવાની આશંકા સાથેનાં લિખિત ઇનપુટ આપવામાં આવ્યાં છે. ત્યાર બાદ વિશેષ પોલીસ આયુક્ત પી કામરાજે શનિવારનાં રોજ ન્યૂ દિલ્હી જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી.

દિલ્હી પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક ખાનગી એજન્સીએ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એઁજન્સીઓને ઇનપુટ આપ્યાં છે કે હાફિઝ સઇદ પ્રજાસત્તાક દિવસ પર આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. આ કામ એમણે જમ્મુ કશ્મીરમાં સક્રિય લશ્કર આતંકીને સોંપેલ છે.

26મી જાન્યુઆરીની સુરક્ષા વ્યવસ્થા દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ માટે એક ચેલેન્જરૂપ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રજાસત્તાક દિવસે પર 10 દેશોનાં પ્રેસિડેન્ટ લોકો આવી રહ્યાં છે. એવામાં ભારતની છબી ખરાબ કરવા માટે હાફિઝ સઇદ આતંકી હુમલો કરવા માગે છે. જેથી પોલીસ આ ઇનપુટને ઘણી ગંભીરતાથી લઇ રહી છે. જેથી આ કારણોસર દરેક દેશનાં પ્રેસિડેન્ટોની સુરક્ષા માટે દેશમાં સુરક્ષાને ઘણી મજબૂત બનાવવામાં આવી રહી છે.

You might also like