આતંકી હાફિઝ સઇદની કબુલાત, કાશ્મીર હિંસામાં લશ્કર કમાન્ડરનો હાથ

નવી દિલ્હીઃ મુંબઇ આંતકી હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇઝે કાશ્મીરમાં ભડકેલી હિંસા અંગે મોટો ખુલાસો કર્યો છે. હાફિઝે કહ્યું છે કે કાશ્મીરમાં થયેલી હિંસાની આગેવાની લશ્કરના કમાન્ડર કરી રહ્યાં હતાં. હંમેશા પોતાને લશ્કર એ તૈયબાથી અલગ દર્શાવનાર હાફિઝે 26/11 હુમલા બાદ પહેલી વખત આતંકી સંગઠન માટે સાર્વજનિક નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન સહિત દુનિયા ભરમાં લશ્કર પર બેન હોવાને કારણે હાફિઝ સઇદ હંમેશા જમાત-ઉદ-દાવાને પોતાનું સંગંઠન બતાવીને લશ્કર સાથેના કનેક્શન અંગે ના પાડતો રહ્યો છે. છેલ્લાં બે દિવસમાં પાકિસ્તાન સરકારે કાશ્મીરમાં ભડકેલી હિંસાને વધારે હિંસક બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેને સિવિલ રાઇટ્સ સાથે જોડીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ પણ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ યૂએન સાથે સંપર્ક સાધ્યો છે. ત્યાં પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફે કાશ્મીરમાં માર્યા ગયા હિજબુલ આતંકી બુરહાન વાનીને શહિદ ગણાવ્યો છે.  અનેક પાકિસ્તાની એજન્સી અને મીડિયાએ કાશ્મીરમાં ભડકેલી હિંસાને ભારત વિરૃદ્ધ વિદ્રોહની રીતે રજૂ કરીને તેને પાકિસ્તાનમાં સમાવી લેવા અંગે જણાવ્યું છે.

ગઇ કાલે પાકિસ્તાન અને ફેસલાબાદમાં જમાત-ઇદ-દાવાના કાર્યકર્તાઓની બેઠકમાં હાફિઝ સઇદે કહ્યું હતું કે હિજબુલ કમાન્ડર બુરહાન વાનીની મોત પછી કાશ્મીરમાં ભડકેલી હિંસાની આગેવાની લશ્કરનો એક કમાન્ડર કરી રહ્યો હતો. હાફિઝે તે વ્યક્તિનું નામ આમીર જણાવ્યું છે.

You might also like