પાકિસ્તાન દ્વારા જ થયો હતો ઉરી હુમલો, ગુજરાંવાલામાં લાગ્યા પોસ્ટર

નવી દિલ્હીઃ આતંકવાદને લઇને બેવડુ વલણ દાખવતું પાકિસ્તાન ફરી એક વખત સવાલોના સકંજામાં ઘેરાયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં ગુજરાંવાલામાં લાગેલા  પોસ્ટરમાં પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી ગઇ છે. પોસ્ટરમાં સ્પષ્ટ પણે લખાયું છે કે ભારતમાં ઉરી હુમલો લશ્કર એ તૈયાબાએ કરાવ્યો હતો.

ગુજરાંવાલામાં એક પોસ્ટર લાગ્યું છે જેમાં જાહેરાત થઇ છે કે લશ્કર એ તૈયબા ઉરી હુમલામાં માર્યા ગયેલા 4 આતંકવાદીઓમાંથી એકની જ અંતિમ યાત્રા નિકાળવામાં આવશે. ઉરી હુમલામાં 20 ભારતીય જવાનો શહિદ થયા હતા. પોસ્ટરમાં એક આરોપીનું નામ પણ હતું. જે ગુજરાંવાલાનો મોહમ્મદ અનસ છે. જે અબૂ સિરકાના નામથી ઓપરેટ કરતો હતો. તેના માટે નમાજમાં શામેલ થવા માટે સ્થિનિક લોકોને આમંત્રિક કરવામાં આવ્યાં છે.

પોસ્ટરમાં અનસને લશ્કર એ તૈયબાનો શેર દિલ પવિત્ર યોદ્ધા બતાવ્યો છે. જેણે 177 હિંદૂ સૈનિકોને નર્કમાં મોકલી આપ્યાં છે. આતંકિ હાફિઝ સઇદ અબૂ અનસની અનઉપસ્થિતિમાં તેના અંતિમ સંસ્કારની પ્રાર્થનાનું નેતૃત્વ કરશે. પાકિસ્તાને આ હુમલા બાદ ભારતના તમામ દવાઓને નકારી દીધા હતા અને હુમલા માટે કશ્મીરની પરિસ્થિતીને કારણભૂત ગણી હતી. ઘટનાસ્થળમાં કેટલાક પાકિસ્તાની માર્કાવાળો સામાન પણ પ્રાપ્ત થયો હતો .

જેને પણ તેમણે નકારી દીધો હતો. આતંકિયોએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં સુતેલા સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. ઉરી હુમલા સાથે જોડાયેલી ડિટેઇલ પણ પાકિસ્તાનને સોપવામાં આવી હતી. હુમલાખોરની ઓળખ હાફિઝ અહમદ, મઝફ્રાબાદ તરીકે થઇ હતી. ઉરી હુમલામાં હેડલર્સ અંગેની માહિતી પણ પાકિસ્તાનને સોંપવામાં આવી હતી.

You might also like