64 વર્ષનાં વૃદ્ધે લાસ વેગાસનાં કસીનોમાં કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ

અમેરિકાનાં લાસ વેગાસમાં એક મ્યૂઝીકલ કોન્સર્ટ દરમ્યાન કરવામાં આવેલ ગોળીબારીમાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થયાં છે. જો કે આ ગોળીબારમાં 200થી વધુ લોકો ઘાયલ થયાં હોવાનાં સમાચાર પ્રાપ્ત થયાં છે. પરંતુ આ ગોળીબારમાં સુરક્ષા દળોએ હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી દીધાં છે.

અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર મારવામાં આવેલ હુમલાખોર 64 વર્ષનો સ્ટીફન પૈડૉક છે કે જે લાસ વેગાસથી અંદાજે 80 માઇલ દૂર મિસકુઇટનો રહેણાંક છે. શરૂઆતની તપાસમાં એવું સામે આવ્યું કે પૈડૉક એક હોટલનાં 32માં માળેથી લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો.

બતાવાઇ રહ્યું છે કે એણે પોતાનાં રૂમની અગાસીમાં મશીનગન રાખી હતી અને લોકો પર ગોળીઓ વરસાવી હતી. જ્યારે સુરક્ષાદળનાં લોકો એને પકડવા હૉટલ પહોંચ્યાં ત્યારે એને પોતાની જાતને જ ગોળી મારી દીધી. પોલીસને પૈડૉકનાં રૂમમાંથી વધુ માત્રામાં હથિયારો પ્રાપ્ત થયાં. પોલીસે હુમલાખોર સ્ટીફન પૈડૉકનાં મિસકુઇટમાં સ્થિત ઘરને સીલ કરી દીધેલ છે. તપાસમાં એવું માલૂમ પડ્યું કે એને 1372 બબબ્લિંગ બ્રૂક કોર્ટમાં 2015માં પોતે ઘર ખરીદ્યું હતું.

You might also like