NASA PHOTO: દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગ, આ છે કારણ

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ગત 10 દિવસોની ફોટો જોઇએ, તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગ દેખાઇ રહી છે. આ સ્થિતિ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર્ અને છત્તીસગઢ સહિત દક્ષિણના અનેક રાજ્યોમાં દેખાઇ રહી છે. જેના કારણે ધોમધખતી ગરમીની આ ઋતુમાં વાતાવરણ વધુ ગરમ થઇ રહ્યુ છે અને બ્લેક કાર્બન પોલ્યુશન પણ ફેલાઇ રહ્યુ છે.ભારતના અનેક વિસ્તારોમાં દેખાઇ રહેલી આગના નિશાન જંગલોમાં આગની કારણે પણ હોઇ શકે, પરંતુ નાસાના ગૉડડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર સ્થિત રિસર્ચ સાઈન્ટીસ્ટે જણાવ્યું ”મધ્ય ભારતમાં આગના આવા નિશાન દેખાવાનું કારણ જંગલની આગ નથી, પરંતુ ખેતરમાં પાકના અવશેષો બાળ્યા હોવાનું માનવામાં આવે છે.”

કૃષિ વિજ્ઞાનિકોનું કહેવું છે કે, ખેતરમાં પાકોની બળવાનો પ્રચલન એટલા માટે ઝડપથી વધી રહ્યુ છે કેમકે ખેડૂતો હવે પાકની કાપણી મશીનોથી કરી રહ્યા છે અને તેના પગલે ખેતરમાં અવશેષો રહી જાય છે. જે પછી તેણે ખેતરમાંથી દૂર કરવું સરળ નથી હોતું, એવામાં ખેડૂત આ બચેલો કચરો સળગાવો સરળ માને છે. પાકને બાળવાનું ચલણ માત્ર હરિયાણા અને પંજાબ જેવા ઉત્તરીય રાજ્યોમાં જ સીમિત નથી રહ્યું. પાકના વધેલા ભૂસા અને કચરાને તો પહેલેથી જ ખેડૂતો પાકમાં બાળે છે, કારણ કે તે પશુના ખોરાક તરીકે સારો વિકલ્પ નથી માનવામાં આવતો. પરંતુ હવે ઘઉંના પાકના અવશેષો બાળવાનું ચલણ પણ જોર પકડી રહ્યું છે.

નાસા દ્ઘારા સેટેલાઇટથી લીધેલી આ ફોટોમાં જે રાજ્યોમાં આગ લાગવાના નિશાન જોવા મળી રહ્યા છે, તે ઘંઉ અને ધાનની ખેતી માટે જાણીતા છે. પાકના કાપણી માટે બે રીત પ્રખ્યાત છે. એક ખેડૂત દ્વારા ખુદ પાક કાપવો અને બીજું મશીનોનો ઉપયોગ કરવો. પરંતુ મજૂરોની અછતને પગલે મશીનોથી પાક કાપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

પ્રાણી માટેના ચારાની જરૂરિયાત ઓછી થવાને કારણે વધી રહ્યુ છે ચલણ:

પાકના અવશેષોને બાળવાના વિષય પર રિસર્ચ કરનારી ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની રિસર્ચરે કહ્યું કે, મારું માનવું છે કે, દેશભરમાં મશીનોથી પાકની કાપણીનું ચલણ વધી રહ્યું છે. મેં મારા રિસર્ચ દરમિયાન જોયું કે, અવશેષ બાળવાનું ચલણ એટલે તેજીથી વધી રહ્યુઁ છે, કેમ કે પાક મશીનોથી કપાઈ રહ્યો છે. ખેડૂતો આ રીતને ખુદ કાપણી કરવાની સરખામણીમાં સસ્તુ અને આસાન માને છે. તેમજ પશુઓને ચારો ખવડાવવાની જરૂરત પણ ઓછી થઈ રહી છે, કેમ કે મોટાભાગના ખેડતોને હવે આ બાબતમાં રસ ઓછો થઈ રહ્યો છે. તેને પગલે ઘઉંની ખેતીના અવશેષો બાળવાનું ચલણ પણ વધી રહ્યું છે.”

મધ્ય પ્રદેશમાં દેખાયા સૌથી વધુ નિશાન:

રિસર્ચ અનુસાર, મજૂરો દ્વારા પાકની લણણી મશીન કરતા બે ગણી મોંઘી પડે છે રિધિમાના જણાવ્યા પ્રમાણે દેશમાં ઉત્પન્ન થતા કુલ કાર્બનના 14 ટકા ખેડૂતો દ્વારા ખેતરમાં બાળવામાં આ કરચો છે. આગના સૌથી વધુ નિશાન મધ્યપ્રદેશમં દેખાય છે અને આશ્ચર્યજનક રીતે ઘઉંના ઉત્પાદનમાં આ જ રાજ્ય સૌથી ઉપર છે. તાજેતરમાં જ આ વર્ષે મધ્યપ્રદેશના સીહોર જિલ્લા ખાતે 10 ખેડૂતોની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કે તેમણે પોતાના ખેતરમાં કચરો દૂર કરવા આગ લગાવી હતી જે બાજુના ખેતરમાં પણ પહોંચી ગઈ હતી.

You might also like