પાંચ મિનિટમાં આવવાનું કહી ગઠિયો લેપટોપ લઇ ફરાર

અમદાવાદ: બાપુનગરમાં એક યુવાનને છેતરી ગઠિયો લેપટોપ પડાવી ફરાર થઇ જતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે બાપુનગરમાં ઇન્ડિયા કોલોની પાછળ આવેલ રાજલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા તરલકુમાર જયંતીભાઇ વઘાસિયા બપોરના ૧ર-૦૦ વાગ્યાના સુમારે તેમના ઘરે હતા ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને વાતચીત બાદ વિશ્વાસ ઊભો કરી તરલભાઇને કહ્યું હતું કે તમારું લેપટોપ હું પાર્ટીને બતાવી પાંચ મિનિટમાં આવું છે. વિશ્વાસમાં આવી ગયેલ તરલભાઇએ તેમનું ડેલ કંપનીનું રૂ.૭૦,૦૦૦નું લેપટોપ આ શખ્સના હાથમાં આપ્યું હતું. ત્યાર બાદ ગઠિયો લેપટોપ લઇ રવાના થયા બાદ મોડી સાંજ સુધી ન આવતાં આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

You might also like