અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂસ્ખલન, 15 લોકોના મોત

ઇટાનરગર: પૂર્વોત્તર રાજ્ય અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ભૂસ્ખલનથી ભારે તબાહી થઇ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો મૃત્યુ પામ્યા છે જો કે ઘણા લોકો ઘાયલ થયા છે. જણાઇ રહ્યું છે કે ભૂસ્ખલનના કાટમાળમાં હજુ ઘણા લોકો દટાઇ ગયા છે. જેમને નિકાળવાનું કામ ચાલુ છે.

શરૂઆતની જાણકારી પ્રમાણે ઘટના થયા પછી તરત જ સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને સૂચના આપી હતી. ત્યારબાદ રાહત અને બચાવ દળ તે સ્થળ ઉપર પહોંચ્યા હતાં અને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બચાવ કાર્યમાં ઝડપ લાવવા માટે એનડીઆરએફની બે ટીમને પણ ઘટનાસ્થળ ઉપર મોકલવામાં આવી છે.

You might also like