મેક્સિકોમાં ભૂસ્ખલનના કારણે 38નાં મોત

પેબલા: ભયાનક તોફાનના એલર્ટ પછી મોક્સિકોમાં થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 38 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારે કાલે કહ્યું કે મેક્સિકોના મધ્ય પેબલા રાજ્યમાં ભૂસ્ખલનને કારણે ઘણા ઘરો જમીનદોસ થઇ ગયા છે. જેના કારણે 28 લોકો મૃત્યુ પામ્યા છે. આમાં ઓછામાં ઓછા 15 નાના બાળકો હતાં.

રાજ્યના ગવર્નરે કહ્યું કે પૂર્વ રાજ્ય વેરાક્રૂજમાં આવી જ પરિસ્થિતિઓમાં 10 અન્ય લોકો મૃત્યુ પામ્યા હતાં. પેબલાની સરકારે કહ્યું કે હુઆઉચિનાંગો શહેરમાં સામાન્ય રીતે જેટલો વરસાદ આખા મહિનામાં થાય છે તેટલો માત્ર છેલ્લા 24 કલાકમાં થઇ ગયો.

સરકારે કહ્યું કે પહાડ તૂટ્યો અને તે નજીકના ગામમાં જઇને પડ્યોય આ ઘટનામાં 8 બાળકો સહિત 11 લોકો મૃત્યુ પામ્યા હતાં. પેબલામાં મૂશળધાર વરસાદને કારણે લગભગ 200 લોકો બેઘર થઇ ગયા હતાં. વેરાક્રૂજમાં વરસાદને કારણે નદીઓ ભરાઇ ગઇ છે અને ડઝન જેટલા પરિવારોને નિકાળવામાં આવ્યા છે.

You might also like