બાંગ્લાદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 53 લોકોનાં મોત

નવી દિલ્હી : ઉત્તર – પૂર્વી બાંગ્લાદેશમાં મુશળધાર વરસાદનાં કારણે વિવિધ સ્થળો પર ભૂસ્ખલન થયું હતું. જેમાં 2 સૈન્ય અધિકારીઓ સહિત કુલ 53 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. હજી પણ મોટા પ્રમાણમાં લોકો દટાયેલા હોવાની આશંકા છે. અધિકારીઓનાં અનુસાર સૌથી વધારે જાનહાની રંગમાટી પર્વતીય જિલ્લામાં થઇ છે જ્યાં 36 લોકોનાં મૃત્યુનાં સમાચાર છે.

મૃતકોમાં ઓછામાં ઓછા બે સૈન્ક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સેનાનાં એક પ્રવક્તાએ ઢાકામાં જણાવ્યું કે, અત્યાર સુધી અમે તે પૃષ્ટી કરી શકીએ છીએ કે અમારા બે સૈન્ય અધિકારીઓ ડ્યુટી પર હતા ત્યારે મૃત્યુ પામ્યા છે. જ્યારે કેટલાક ઘાયલ પણ થયા છે. તેમણે કહ્યું કે સેનાની એક ટીમ રંગામાટી બંદર શહેરોને જેડનાર માર્ગ ખોલવા માટે કામ કરી રહ્યા હતા.

રાત્રે ભેખડો ધસવાનાં કારણે માર્ગ અવરુદ્ધ થયો હતો. જ્યારે સેનાની ટીમ રસ્તાને ખોલવા અંગે કામ કરી રહી હતી ત્યારે જ ફરી ભુસ્ખલન થયું અને બે સૈન્ય અધિકારીઓ માટીમાં દબાઇ ગયા હતા. ઢાકા ટ્રિબ્યુનલનાં સમાચાર અનુસાર ભારે વરસાદનાં કારણે રંગમાટી, બંદરબન અને ચટગાંવ જિલ્લામાં 53થી વધારે લોકોનાં મોત નિપજ્યા છે.

You might also like