જમીન કૌભાંડ બાબતે માહિતી માંગનાર પર હુમલા વધ્યાઃ કોંગ્રેસ

ગાંધીનગર: ભાજપ શાસિત ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પર જીવલેણ હુમલાઓની ઘટનાઓ વધતી જાય છે. તેમાં પણ જમીન સાથે જોડાયેલા કૌભાંડ અંગેની માહિતી માંગે તો તેની ઉપર હુમલાઓ થવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં થયેલા તમામ હુમલાઓની ખાસ કિસ્સામાં તપાસ કરીને હુમલાખોરોને નશ્યત કરવાની માંગણી કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા નીશીત વ્યાસે કરી છે.

વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારના આશીર્વાદથી જંગલરાજ આવી ગયું છે. પોલીસની હાજરીમાં ગુનેગારોને રક્ષણ મળી રહ્યું છે અને નિર્દોષ કાર્યકર્તાઓ હુમલાનો ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં છ આરટીઆઈ એક્ટિવિસ્ટના ખૂન થયા છે, જ્યારે ૪૦ જેટલાં એક્ટિવિસ્ટ પર હુમલાઓ થયા છે. સમગ્ર દેશમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલામાં ગુજરાતનો નંબર બીજો આવે છે. ખાસ કરીને રિપોર્ટમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે જમીન, ખાણ અને ખનિજ સાથે જોડાયેલી બાબતોમાં સૌથી વધુ હુમલાઓ થયા છે. મળતિયાઓને પાણીના ભાવે જમીન વેચી મારે છે. તેથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ છે. તેમની ફરિયાદો સત્તાધીશોને આંખના કણાંની જેમ ખૂંચે છે. આ તમામ કેસોની ખાસ કિસ્સામાં તપાસ કરવી જોઈએ તેવી માંગણી કરાઈ છે.

You might also like