જમીનના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દીધાં

અમદાવાદ: પોરબંદર નજીક અાવેલા ફટાણા ગામે પરિવાર વચ્ચે ચાલતા જમીનના ઝઘડામાં પિતરાઈ ભાઈઓએ જ પિતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઈ છે.

અા અંગેની વિગત એવી છે કે ફટાણા ગામે રહેતા એક પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક વખતથી જમીનનો વિવાદ ચાલતો હતો. અા મનદુઃખને લઈને પિતરાઈ ભાઈઓએ તેના જ પરિવારના બે સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફટાણાની સીમમાં વાડી ધરાવતા રામભાઈ ઓડેદરા અને તેનો પુત્ર રાજસી બપોરના સુમારે બાઈક પર વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ભીખાભાઈ ઓડેદરા અને અન્ય પિતરાઈ ભાઈઓએ તેને રોકી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીરપણે ઘવાયેલા રામભાઈ અને તેમના પુત્ર રાજસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઈ હત્યામાં સંડોવાયેલા અારોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. અા ઘટના બાદ ફટાણા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

http://sambhaavnews.com/

You might also like