રાજ્યભરમાં આજથી જમીનની NA પરવાનગી ઓનલાઈન

અમદાવાદ અને ગાંધીનગરમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે બિનખેતી પરવાનગીની ઓનલાઇન પ્રક્રિયાને સફળતાના પગલે આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં બિનખેતીની પરવાનગીની પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ રહી છે. આજથી રાજ્યનાં કોઈ પણ સ્થળેથી હવે અરજદારે માત્ર એફિડેવિટ કરીને ઓનલાઇન બિનખેતીની પરવાનગી માટે અરજી કરવાની રહેશે. અરજીનો સ્વીકાર થયા બાદ એનએ ઓનલાઇન સેલમાં તેની ફાઈલ તૈયાર થશે, જેમાં ૭-૧ર સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ અને કોર્ટ કેસનો મામલો હોય તો તે અંગેના તમામ દસ્તાવેજો સામેલ થશે.

અત્યાર સુધી જમીન એનએ કરવા માટે જન સેવા કેન્દ્રમાં મેન્યુઅલી ફાઇલો રજૂ કરવામાં આવતી હતી, પરંતુ હવે માત્ર ઇ-એનએ દ્વારા જ કાર્યવાહી થશે. ઇ-ફાઈલ તૈયાર થયા બાદ પ્રિ સ્ક્રૂટિની અધિકારી પાસે આવશે. જો અરજી ગ્રીન ચેનલમાં જશે તો માત્ર સાતથી દસ દિવસમાં અરજદારને પરવાનગી મળી જશે. જો અરજી રેડ ચેનલમાં હશે એટલે કે કોર્ટ કેસ હશે તો તેમાં નેવું દિવસનો સમય લાગશે તે માટેની સૂચના આપી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી મળી રહે. સ્કૂલોએ ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ વેબસાઇટ પર અપલોડ કરવાં જરૂરી છે, જેથી તેની માહિતી ઉપલબ્ધ કરાવી શકાય.

જમીન એનએ માટે અરજદાર ઘેરબેઠાં પણ કમ્પ્યૂટરમાં ફોર્મ, સોગંદનામા અપલોડ કરી શકશે તેમજ તેનાં ઇ-મેઇલ પર એક ઓટીપી આવશે તેના દ્વારા તે એનએની પ્રક્રિયામાં આગળ વધી શકશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન એનએ માટે અરજદારે ઇ-સેવા સોસાયટી માટે રકમ ભરવાની થશે. અત્યાર સુધી માત્ર રૂ.૨૦ ફી ભરીને ગમે તેટલા વિસ્તારની જમીન એનએ માટે અરજી થતી હતી, પરંતુ હવે ચોરસ મીટર મુજબ ફી ભરવાની રહેશે. મહત્ત્વની બાબત એ છે કે ઓનલાઇન જમીન એનએ માટે ત્રણ ચેનલ બનાવવામાં આવી છે અને તે ચેનલમાં દર્શાવ્યા મુજબની સમયમર્યાદામાં જમીન એનએ થશે.

એનએ માટે સરકારનાં વિવિધ વિભાગમાંથી અભિપ્રાય મંગાવવાના થતા હતા, પરંતુ હવે મોટા ભાગના અભિપ્રાય ઓનલાઇન જ જોઈને તેના આધારે જમીન એનએ થઇ જશે, જોકે સરકારીતંત્ર વિવાદાસ્પદ જમીન અથવા તેવા કિસ્સામાં અન્ય વિભાગ પાસે અભિપ્રાય મંગાવી શકશે. નાણાં ભરવાની જાણ એસએમએસથી કરાયાના ૨૧ દિવસમાં નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ ગણાશે. આ તમામ પ્રક્રિયામાં જરૂરી અભિપ્રાય, મંજૂરી, અસ્વીકાર, નાણાં ભરવાની જાણ કરતો પત્ર તથા આખરી હુકમ કમ્પ્યૂટરાઇઝડ જનરેટ થશે.

You might also like