તમામ ગામોમાં જમીન માપણીની કામગીરી પૂર્ણઃ નીતિન પટેલ

જમીન માપણી મુદ્દે Dy. CM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ નિવેદન આપતાં કહ્યું કે, તમામ ગામોમાં જમીન માપણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. સૌ પ્રથમ જામનગરમાં જમીન માપણીનું કામ શરૂ થયું હતું. સરકારે ટેન્ડર પ્રકિયા કરીને કંપનીઓને કામ સોંપ્યું હતું.

મહેસુલ વિભાગ હસ્તકની રેકર્ડ પ્રક્રિયા માટે 9 એજન્સીને કામ સોંપાયું હતું. 9 એજન્સીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. સરકારે ટેન્ડર પ્રક્રિયાતી એજન્સીઓને કામ સોંપ્યું હતું. ટેક્નિકલ ભૂલ સુધારવા પણ સુચનો કરાયાં છે.

CM દ્વારા મહેસુલ મંત્રી સાથે રહીને રીવ્યું કરાયો છે. ખેડૂતોને ગાંધીનગર બોલાવી એમનાં રેકોર્ડ સાથે વધુ અભ્યાસ કરીશું.1 કરોડ 25 લાખ સર્વે નંબરમાંથી 1 કરોડ 15 લાખ સર્વે નંબરની માપણી થઈ. જમીન માપણીનાં વાંધાઓની સુનવણી પણ પુર્ણ થઈ ગઇ છે. ખેડૂતોની ફરિયાદનું નિરાકરણ કરવા કલેક્ટરને સુચનો પણ અપાયાં છે.

You might also like