જમીન-મકાનના બ્રોકરે રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં ભારે ચકચાર

અમદાવાદ: રાજકોટના મવડીચોક નજીક આવેલી સોસાયટીમાં રહેતા અને જમીન-મકાનની લે-વેચ કરતા બ્રોકરે ગળાફાંસો ખાઇ આપઘાત કરતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે મવડીચોક નજીક આવેલી જલારામ સોસાયટીમાં રહેતા હ‌િરભાઇ ગોવિંદભાઇ વેક‌િરયા નામના આધેડ જમીન-લે વેચનું કામ કરતા આ બ્રોકરે અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ મોબાઇલ ફોનનું સિમકાર્ડ તોડી નાખી ફેંકી દીધા બાદ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ બ્રોકરે પુત્રોને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે કંટાળી ગયો છું જવાબદારી અધૂરી મૂકી જવા બદલ માફ કરશો. કોઇ મારી પાસે કંઇ માગતું નથી અને માગવા આવે તો કોઇને કશું આપવાનું નથી.
પોલીસે આ સ્યુસાઇડ નોટ કબજે કરી છે. પરિવારજનોની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે હ‌િરભાઇ બે દિવસ અગાઉ જમીનના કામે વડોદરા ગયા હતા. પરિવારમાં કોઇ આર્થિક સંકટ કે કલેશ પણ હતો નહીં. પરંતુ હ‌િરભાઇએ આ અંતિમ પગલું કેમ ભર્યું તે બાબત પોલીસ માટે તપાસનો વિષય બની છે.

આ ઘટનાને પગલે સોસાયટીમાં સોસાયટીમાં લોકોના ટોળેટોળાં એકઠા થયા અને જાત જાતના તર્કવિતર્કો થવા લાગ્યા હતા. પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી ઝીણવટભરી કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like