લાન્સ નાયક હનુમંથપ્પાના સન્માન સાથે અંતિમસંસ્કાર

નવી દિલ્હી : સિયાચીનના સાહસી જવાન લાન્સ નાયક હનુમંથપ્પાના આજે કર્ણાટકના ધારવાડ જિલ્લામાં તેમના વતન ગામ બેતાદુર ગામમાં સંપૂર્ણ સમ્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સિયાચીન ગ્લેશિયરમાં હિમવર્ષા વેળા બરફની શીલા પડી ગયા બાદ અન્યો સાથે લાપત્તા થયેલા લાન્સ નાયક હનુમંત થાપા છ દિવસ પછી જીવિત મળી આવ્યા હતા. જો કે, બે દિવસ સુધી હોસ્પિટલમાં જીવન સાથે સંઘર્ષ કર્યા બાદ તેમનું ગઇકાલે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં અવસાન થયું હતું.

હજારો સ્થાનિક અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓની સાથે હનુમંત થાપાના અંતિમસંસ્કારમાં મદ્રાસ રેજિમેન્ટના જવાનો પણ જોડાયા હતા. અગાઉ તેમના મૃતદેહને હુબલીમાં નહેરુ સ્ટેડિયમ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં આ સાહસી જવાનને તમામે શ્રદ્ધાંજલિ આપી હતી. સિયાચીન ગ્લેશિયરમાં હિમવર્ષા દરમિયાન વિશાળ બરફશીલા ધસી પડ્યા બાદ દટાઇ પછી ચમત્કારિકરીતે છ દિવસ પછી જીવિત નિકળેલા લાન્સ નાયક હનુમંથપ્પાને ગઇકાલે ૧૧.૪૫ વાગે અસવાન થઇ ગયું હતું.

૩૩ વર્ષીય જવાનને ચમત્કારિક વ્યક્તિ તરીકે નામ અપાયું હતું. તેમના અવસાનના સમાચાર ફેલાતાની સાથે જ આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમંથપ્પાને શ્રદ્ધાંજલિ આપવામાં દેશનું નેતૃત્વ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, લાન્સ નાયક હનુમંથપ્પા પર અમને ગર્વ છે. ભારતીય સેનાના વડા દલબીરસિંહ સુહાગે પણ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, હનુમંથપ્પા ભારતીય સેનામાં નવી પેઢીમાં પ્રેરણા આપશે.

You might also like