લાલુ પુત્ર તેજપ્રતાપ સ્વાસ્થય મંત્રીમાંથી સીધો મુખ્યમંત્રી

પટના : રાષ્ટ્રીય જનતાદળનાં અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં સુપુત્ર તેજ પ્રતાપ યાદવ પહેલા જ સૌથી નાની ઉંમરનાં સ્વાસ્થયમંત્રી બની ચુક્યા છે. પરંતુ હવે તે મુખ્યમંત્રી પણ બનવા જઇ રહ્યા છે. વાત જાણે એમ છે કે તેજપ્રતાપ એક ભોજપુરી ફિલ્મમાં મુખ્યમંત્રીનું પાત્ર ભજવી રહ્યા છે. ભોજપુરી ફિલ્મ અપહરણ ઉદ્યોગમાં તેજપ્રતાપ મુખ્યમંત્રીનો અભિનય કરશે. આ ફિલ્મમાં પોતાની ભુમિકા અંગે તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં હું મુખ્યમંત્રીની ભુમિકામાં છું. ઉપરાંત આ પાત્ર સકારાત્મક છે.

સીએજીનાં બેનર હેઠળ બની રહેલ અપહરણ ઉદ્યોગમાં ભોજપુરીનાં પ્રસિદ્ધ ગાયક છોટુ છલિયા, અભિનેતા વિરેન્દ્ર કુમાર, કિશન ચૌધરી, અભિનેત્રી દિક્ષા ચૌધરી, મહિલા કલાકાર સંગીતા તથા પિંકી સિન્હા ઉપરાંત અન્ય ઘણા કલાકારો પણ અભિનય કરી રહ્યા છે. તેજપ્રતાપે રવિવારે રાજગીરમાં થયેલા શુટિંગમાં ભાગ લીદો અને મુખ્યમંત્રીની ભુમિકા સારી રીતે નિભાવી છે. રાજગીરનાં આંબેડકર ચોક પર ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં એખ ગામમાંથી એક બાળકનું અપહરણ થાય છે. ગુસ્સે ભરાયેલી ગ્રામીણજનતા સરકાર અને પોલીસ તથા સરકાર વિરુદ્ધ નારેબાજી કરે છે. તેવા જ સમયે તેજપ્રતાપ મુખ્યમંત્રીની ભુમિકામાં કેમેરાની સામે આવે છે. તેમણે આક્રોશિત લોકોને સમજાવતા કહ્યું કે તેનાં પુત્રને બિહારની પોલીસ ટુંકમાં જ પકડી લેશે. હવે બિહારમાં ગુનાઓની ઘટનાં ઓછી થશે. વિપક્ષે સરકારને બદનામ કરવા માટેનું કાવત્રું રચ્યું છે. ગુનેગાર કોઇ પણ હોય ગમે તેટલો મોટો હોય તેને છોડવામાં નહી આવે.

You might also like