લાલુનું ભાજપ-એમએનએસ પર નિશાન, આર્મી પર કોઇ વોટ માંગી રહ્યું છે તો કોઇ નોટ

પટના : આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રીલીઝને લઇને બોલિવુડ સામે રાખવામાં આવેલી શરત પર એમએનએસ અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં સૈનિકો પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શનિવારે ફિલ્મ ‘એ દિલ મુશ્કિલ’ની રીલીઝને લઇને નિર્માતા-નિર્દેશક કરણ જોહર, પ્રોડ્યુસર ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટ, એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી.

આ બેઠકમાં એમએનએસ દ્વારા ત્રણ માંગણી કરવામાં આવી હતી. જેમાં પહેલી ફિલ્મ શરૂ થાય તે પહેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવે, જે ફિલ્મોમાં પાકિસ્તાન કલાકાર હોય તે ફિલ્મના પ્રોડ્યુસરે 5 કરોડ રૂપિયા આર્મી વેલફેર ફંડમાં જમા કરાવાના તેમજ ભવિષ્યમાં પાકિસ્તાન કલાકારોને કોઇ ફિલ્મમાં કામ કરવા નહી દેવામાં આવે.

આ બેઠકમાં આ ત્રણે માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. લાલુ યાદવે ટ્વિટ કરતાં લખ્યું હતું કે કોઇ આર્મી માટે વોટ માગી રહ્યું છે તો કોઇ નોટ માગી રહ્યું છે. દક્ષિણપંથિયો શર્મ કરો, શર્મ, ગાય અને રામથી શું પેટ નથી ભરાયું ? સેનાને તો છોડી દો’. મહારાષ્ટ્રમાં એમએનએસ દ્વારા ઉડી આતંકી હુમલામાં 17 જવાનોના શહીદ થયા બાદ એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી આપી હતી. આ ફિલ્મમાં પાકિસ્તાન કલાકાર ફવાદ ખાને કરેલા અભિનયના કારણે આપવામાં આવી હતી.

You might also like