ભાજપ ભગાઓ રેલીમાં સોનિયા, રાહુલ અને માયાવતી નહીં જોડાય

પટણાઃ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આગામી ૨૭ ઓગસ્ટે યોજાનારી રાજદની ભાજપ ભગાઓ રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ  ગાંધી તેમજ બસપાના પ્રમુખ માયાવતી સામેલ નહીં થાય. આ રેલીમાં કોંગ્રેસ વતી ગુલામ નબી આઝાદ અને સી પી જોશી સોનિયા ગાંધીનો સંદેશો લઈને આવશે. જ્યારે માયાવતીએ રેલીમાં સામેલ થવા સતીશ મિશ્રાને પસંદ કર્યા છે.  લાલુ યાદવે જણાવ્યું હતું કે આ રેલી અંગે તેમણે સોનિયા ગાંધી અને માયાવતી સાથે ચર્ચા કરી છે. જેમાં તમામ પક્ષે તેમના વરિષ્ઠ નેતાઓને રેલીમાં મોકલવાની બાબતે સંમતિ દર્શાવી છે. જોકે લાલુએ એવો દાવો કર્યો છે કે આ રેલીમાં પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી હાજરી આપવાનાં છે.

You might also like